ગુજરાત

લવ-જેહાદનો કાયદો બનાવવાને લઇ મનસુખ વસાવાનો મુખ્યમંત્રીને સ્ફોટક પત્ર ‘રાજ્યમાં આદિવાસી પટ્ટીની યુવતીઓ વેચાય છે’

ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવ-જેહાદ સામે કડક કાયદો બનાવવા માટે અને રાજ્યની આદિવાસી પટ્ટીમાં યુવતીઓને વેચાતી અટકાવવા માટે રાજ્યના ઝ્રસ્ વિજય રૂપાણીને સ્ફોટક પત્ર લખીને રજૂઆત કરી છે. મનસુખ વસાવાએ લવ-જેહાદ મુદ્દે ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા. તેમના આક્ષેપોને એક તરફ મોટી સંખ્યામાં લોકોનું સમર્થન પણ મળી રહ્યુ છે, ત્યારે હવે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ લવ-જેહાદ બાદ ગરીબ આદિવાસીઓની છોકરીઓને વેચવામાં આવતી હોવાનો મુદ્દો ઉઠાવતા ખળભળાટ મચ્યો છે. આ પહેલા ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેશ મહેતા(સોટ્ટા)એ ગુજરાતમાં લવ-જેહાદ મુદ્દે કાયદો કડક બનાવવા સરકાર સમક્ષ પોતાની માંગ મૂકી હતી.
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગરીબ પરિવારની છોકરીઓ જેમાં ખાસ કરીને આદિવાસી ગામડાની છોકરીઓને ગરીબીનો લાભ લઈને ગુજરાતમાં જ્યાં છોકરીઓની અછત છે, ત્યાં વેચવામાં આવે છે. આ કામ કરવા માટે પણ એક પ્રકારે મોટાપાયે એજન્ટોની ટીમ સક્રિય છે. જેથી ગરીબ આદિવાસી દીકરીઓને પ્રલોભન આપીને આદિવાસી સમાજમાંથી વેચવામાં આવે છે,
જેના પર પણ રોક લગાવવા કાયદામાં જાેગવાઈ કરવા સરકાર સમક્ષ મેં રજૂઆત કરી છે. ભાજપ સાંસદે વધુમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા ૫ વર્ષથી સતત લવ-જેહાદ અને આદિવાસી છોકરીઓ વેચાતી હોવાના મુદ્દે રજૂઆત કરતો આવ્યો છું, પરંતુ આ મુદ્દાઓનો સોશિયલ મીડિયામાં ઉછાળવાથી હલ આવવાનો નથી. તેના માટે સમાજમાં જાગૃતિનું અભિયાન ચલાવવું પડશે.

Follow Me:

Related Posts