અમરેલી

દામનગર સમસ્ત રઘુવંશી સમાજ શ્રી જલારામ મંદિર તરફ થી પ્રભુ સેવા આશ્રમ ને પાગરણ પથારી ઓની ભેટ અર્પણ

દામનગર શહેર ના સમસ્ત રઘુવંશી સમાજ વાડી પરિસર શ્રી જલારામ મંદિર તરફ થી લીમડા હનુભા ના ખાતે ચાલતા અતિ ગંભીર મનોદિવ્યાગ આશ્રમ ના આશ્રિતો માટે પાગરણ પથારી ની ભેટ અર્પણ કરાય ૭૦ જેટલા મનોદિવ્યાગો માટે સમસ્ત દામનગર રઘુવંશી સમાજે ઓછાડ સોલપુરી શાલ ઓશિકા સહિત ના પાગરણ પહોંચાડ્યા હતા દામનગર રઘુવંશી સમાજ અગ્રણી અશ્વિનભાઈ ખખ્ખર જયસુખભાઈ શિંગાળા સહિત ના ટ્રસ્ટી ઓ દ્વારા પ્રભુ સેવા આશ્રમ ખાતે વાહન મારફતે પાગરણ પથારી પહોંચાડતા પ્રભુ સેવા આશ્રમ ના સંગીતાબેન લાઠીયા સહિત નવજીવન ટ્રસ્ટ સુરત દ્વારા ઉદારદિલ દાતા સંસ્થાન શ્રી જલારામ મંદિર પરિવાર શ્રી સમસ્ત રઘુવંશી સમાજ પ્રત્યે આભાર દર્શન વ્યક્ત કર્યું હતું 

Related Posts