વડોદરા પોલીસ ના હાથ માં આવ્યો સગીરા પર દુષ્કર્મ કરનાર ૨ સંતાનોનો પિતા, વીડિઓ વાઈરલ કરવાની આપી હતી ધમકી

વડોદરા શહેરના એક એવા આરોપી ની ઝડપી પડ્યો છે જેણે એક સગીરા પર દુષ્કર્મ કર્યું હતું અને પછી તેનો વીડિઓ વાઈરલ કરવાની ધમકી આપી હતી, પશ્ચિમ વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષિય સગીરા પર દુષ્કર્મ કરનારા બે સંતાનોના પિતાને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી યુવક સગીરાના ફોટા અને વીડિયો મોબાઈલમાં ઉતારીને તેને વાઇરલ કરવાની અને મારી નાખવાની ધમકી આપી અવાર-નવાર દુષ્કર્મ કરતો હોવાની હકીકત સગીરાએ પોલીસને જણાવી હતી. આ ઉપરાંત માતા-પિતા બહાર ગયા હોય ત્યારે યુવક સગીરાના ઘરે પહોંચી દુષ્કર્મ કરતો હતો. દિનેશ સગીરાને બહાર લઈ જાય ત્યારે પણ વીડિયો ઉતારતો હતો અને અવાર-નવાર બોલાવીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ કરતો હતો. માંજલપુર પોલીસ દ્વારા સગીરાના પિતાની ફરિયાદના આધારે ૨ સંતાનોના પિતા દિનેશને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, દિનેશ છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે
સગીરાના પિતાએ જણાવ્યું હતું કે, દિનેશ નામનો શખ્સ તેમની સગીર પુત્રીને હેરાન કરતો હોવાથી તેને ઠપકો આપ્યો હતો. ત્યાર પછી પણ તેમને જાણ થઈ હતી કે, દિનેશ તેમની દીકરીને હેરાન કરે છે. માતા-પિતા ઘરે ન હોય ત્યારે ફરવાના બહાને બહાર લઈ જાય છે.
જેથી પૂછપરછ કરતાં દીકરીએ જણાવ્યું હતું કે, ગત ૧૫ ઓક્ટોબરના રોજ પરિવાર ઘરે ન હતો ત્યારે દિનેશ બપોરના સમયે ઘરે આવી લગ્નની વાત કરી બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ પણ સગીરા ઘરે એકલી હોય ત્યારે ઘરે આવી દુષ્કર્મ કરતો હતો. દિનેશ તેના ઘરમાં પણ સગીરાને લઈ જઈને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ કરી મોબાઈલમાં ફોટા અને વીડિયો ઉતારતો હતો.
Recent Comments