કેટરીના અને વિકીના લગ્નની તૈયારીની સાથે એક સિક્યોરિટી ટીમને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાખવામાં આવી છે. આયોજનનું સ્થળ એક નિર્ધારિત ક્ષેત્ર હશે જેનાથી આગળ કોઈપણ મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરી શકે. એ-લિસ્ટર બોલિવૂડ હસ્તીઓ સિવાય બંનેના ફેમિલી પણ ઘણા લોકોને આમંત્રિત કરી રહી છે. લગ્ન મંડપથી દૂર ફોન રાખવાની આ નીતિ તમામ પર લાગુ થશે. આ પહેલી વખત નથી જ્યારે કોઈ સેલિબ્રિટીના લગ્ન દરમિયાન મોબાઈલ ફોનને વેડિંગ વેન્યુથી પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો હતો. પ્રિયંકા ચોપરા અને નિક જાેનસે પણ પોતાના લગ્ન દરમિયાન કેટલાક ક્ષેત્રમાં મહેમાનોને પોતાનો ફોન સિક્યોરિટીને આપવા પડ્યા હતા. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પણ પોતાના લેક કોમો વેડિંગમાં પોતાના મિત્રો અને પરિવારને મોબાઈલ ફોન ન રાખવાની વિનંતી કરી હતી. વિકી કૌશલ અને કેટરીના કૈફના ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં લગ્ન થવા જઈ રહ્યા છે. પરંતુ તેમાં મોબાઈલ ફોન અલાઉડ નહીં હોય. વિકી અને કેટરીનાના વેડિંગ વેન્યુ પર મહેમાનો માટે એક નો-મોબાઈલ ડિક્ટેટ લાગુ કરશે. ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીને એ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે કે કોઈપણ ફોટો અથવા વીડિયો તેમની જાણકારી વગર સોશિયલ મીડિયા પર શેર ન થવો જાેઈએ. કથિત રીતે આ લગ્ન રાજસ્થાનના એક આલીશાન ફોર્ટ-રિસોર્ટમાં થવાના છે. વિકી કૌશલ-કેટરીના કૈફના વેડિંગ સાથે સંબંધિત કોઈ સત્તાવાર નિવેદન આપવામાં નથી આવ્યું અને કોઈ ઈન્વિટેશન કાર્ડ પણ સામે નથી આવ્યું. તેથી આ કપલ પોતાના લગ્નને સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.
વિકી-કેટરીનાના લગ્નમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો, ગેસ્ટ પર સિક્યોરિટી ટીમની નજર રહેશે

Recent Comments