fbpx
અમરેલી

સાવરકુંડલામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ભાજપમાં ધમધમાટ

અમરેલી જિલ્‍લામાં 490 ગામ પંચાયતની સામાન્‍ય ચૂંટણીઓ અને 38 ગામ પંચાયતની પેટા ચૂંટણીઓ આગામી 18 ડિસેમ્‍બરના રોજ યોજાઈ રહી હોય ગ્રામ્‍ય રાજકારણમાં ભારે ચહલ પહલ જોવા મળી રહી છે.

દરમિયાનમાં સાવરકુંડલાની 63 જેટલી ગામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને વોર્ડ સદસ્‍યની ચૂંટણીમાં ભાજપ સમર્થકોને વિજેતા બનાવવા માટે ભાજપ અગ્રણી દીપક માલાણી, જીવનભાઈ વેકરીયા, નીતિન નગદીયા અને ચેતન રામાણીને જવાબદારી સોંપાતા તેઓએ ભાજપ સમર્થક ઉમેદવારોને ઉમેદવારીપત્રક ભરવા માટે જરૂરી માર્ગદર્શન આપેલ.

ભાજપના પ્રદેશ અગ્રણી મહેશ કસવાલાએ પણ આજે આકસ્‍મિક મુલાકાત લઈને ભાજપ સમર્થક ઉમેદવારોનો ઉત્‍સાહ વધાર્યો હતો. અને વધુમાં વધુ ગામ પંચાયતોમાં ભાજપ સમર્થક ઉમેદવારો બિનહરીફ વિજેતા બને અથવા તે ચૂંટણીમાં વિજય મેળવે તે અંગે માર્ગદર્શન આપેલ હતું.

Follow Me:

Related Posts