સાવરકુંડલા એસ.ટી. બસ સ્ટેન્ડ પરથી મળી આવેલ બાળકને પોતાના વાલી સાથે મિલન કરાવ્યું
ગઈકાલે સાવરકુંડલાના એસ.ટી. બસ સ્ટેન્ડ પરથી પોતાના પરિવારથી અલગ થઈ ગયેલ બાળકની સાવરકુંડલા પોલીસને જાણ થતાં સાવરકુંડલા ટાઉન પોલીસના જાંબાઝ ઈન્સ્પેકટર સીટી પી.આઈ. રાકેશ આર. વસાવાતેમજ પી.એસ.આઈ. જે.પી. ગઢવી તેમજ લેડી પીએસ.આઈ. એચ.એચ. સેગાલિયા અને સમગ્ર સાવરકુંડલા ટાઉન પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે બાળકને સાવરકુંડલા પોલીસ મથકે રાખી બાળકના વાલીની શોધખોળ હાથ ધરી ગણતરીની કલાકોમાં જ બાળકનું નામ હેમાંશુ જાણ થતાં અને બાળકના વાલી ગારિયાધારના રહેવાસી મેહુલભાઈ વિનયભાઈ રાજયગુરૂનો સંપર્ક કરી બાળકનું પોતાના પરિવારનો સંપર્ક કરી મિલન કરાવ્યું હતું ત્યારે સાવરકુંડલા ટાઉન પોલીસની કામગીરી અને માનવતા જોઈ બાળકના વાલીએ આભાર વ્યકત કરી સમગ્ર સાવરકુંડલા પોલીસને સાવરકુંડલાના લોકો દ્વારા પણ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
Recent Comments