fbpx
ગુજરાત

હાલ રોગચાળા વચ્ચે આપણે અંગ્રેજાેએ આપેલી ખાદ્યસામગ્રીનો ઉપયોગ ન કરતા સ્વદેશી અપનાવો

બ્રહ્માકુમારી સંસ્થાના માઉન્ટ આબુ પ્રવચનમાં જણાવ્યું હતું કે, ભારતમાં ચા અને ઘઉં વિદેશીઓ લઇ આવ્યા જે શરીરને ખૂબજ નુકસાન કરે છે. એજ રીતે મીઠું અને ખાંડનો ઉપયોગ પણ અંગ્રેજાેએ વધાર્યો છે જેથી ભારતીય જનસંખ્યા રોગમાં સપડાઇ જાય. ત્યારે ખાંડના બદલે ગોળનો, ઘઉંના બદલે મિલેટ્‌સનો, મિઠાને બદલે સિંધાલુણનો ઉપયોગ કરો અને ચા ને બદલે ફુદીનાની ચા પીઓ તો આરોગ્ય સારૂં રહેશે. હાલમાં ફળને જલ્દી એટલે કે પરાણે પકવવા માટે પણ ઝેરી કેમીકલનો ઉપયોગ થાય છે. ખાસ કરીને મોબાઇલ, ઇન્ટરનેટ, યુટ્યુબ, વિડીયો ગેમના અતિરેકથી આવનારા ૫ વર્ષમાં જ પાગલ થનારાની સંખ્યા વધી જશે. ત્યારે આવા માનસિક રોગીઓને બ્રહ્માકુમાર, બ્રહ્માકુમારીઓ જ રાજયોગ મેડીટેશનથી રોગ મુક્તિ અપાવશે. આ તકે બીકે બિનાબેને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતુંત્યારે શક્ય હોય ત્યાં સુધી કેરી, કેળા, ચિકુ, પપૈયા સહિતના ફળ પાકા ન લેતા કાચા લઇ ઘરે પકાવીને ખાઓ. જ્યારે શાકભાજી તેમજ અન્ય ફ્રૂટ લઇને આવો તો ૧૦ મિનીટ ગરમ પાણીમાં પલાળી પછી તેનો ઉપયોગ કરો. ખાનપાનની શુદ્ધતા જ તમને રોગોથી મુક્ત રાખી શકશે. આ સાથે બ્રહ્માબાબા દ્વારા ભેટ મળેલ રાજયોગ મેડીટેશન કરવા પણ જણાવ્યું હતું.

Follow Me:

Related Posts