હું જાે તમારા પત્તા ખોલવાના શરૂ કરીશ તો દિલ્હીથી ભાગવાનો રસ્તો નહીં મળે

પ્રજાસત્તાક દિને દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા પર હિંસા આચરીને નિશાન સાહિબ ધ્વજ લગાડનારા પંજાબી અભિનેતા દીપ સિદ્ધુની એક વિડિયો ક્લીપ ફરતી થઇ હતી જેમાં એ ખેડૂત નેતાઓને ધમકી આપી રહેલો જાેઇ સાંભળી શકાતો હતો.
લાલ કિલ્લા પર નિશાન સાહિબ ધ્વજ લગાડ્યા પછી નાસી ગયેલા દીપે ખેડૂત નેતાઓને એવી ધમકી આપી હતી કે તમે મને ગદ્દાર અને ભાજપનો એજન્ટ કહો છો પરંતુ હું મોઢું ખોલીશ તો તમે કોઇન મોઢું બતાવવા જેવા નહીં રહો…હું તમારી પોલ ખોલી નાખીશ તો તમને દિલ્હીથી નાસી જવાનો માર્ગ સુદ્ધાં નહીં મળે….
ખેડુત નેતાઓએ પોતાનો બચાવ કરતાં લાલ કિલ્લામાં થયેલા હિંસાચારના માસ્ટરમાઇન્ડ તરીકે દીપ સિદ્ધુનું નામ આપ્યું હતું. છેલ્લી સંસદીય ચૂંટણી વખતે દીપે અભિનેતા સની દેઓલ માટે પ્રચાર કર્યો હતો એ સમયની સની દેઓલ તથા વડા પ્રધાન સાથેની દીપની તસવીરો પણ ફરતી થઇ હતી. ખેડૂત નેતાઓએ દીપને ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો એજન્ટ ગણાવ્યો હતો અને એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપે ખેડૂતોને બદનામ કરવા માટે દીપનો ઉપયોગ કર્યો હતો.
દીપે વિડિયો ક્લીપમાં એવો સવાલ પણ કર્યો હતો કે લાલ કિલ્લા પર નિશાન સાહિબનો ધ્વજ કોઇ ભાજપી કે સંઘીય વ્યક્તિ લગાડે ખરી. તમે કયા મોઢે મને ભાજપ અને સંઘનો એજન્ટ કહો છો. કોઇ કોંગ્રેસી આવો ધ્વજ લગાડે ખરો. જેને ચૂંટણી લડવી છે એવો કોઇ યુવાન આવો ધ્વજ લગાડે ખરો.
દીપે એવો પણ આક્ષેપ કર્યો છે કે તમે બધા ભેગા થઇને એક માણસને ગદ્દાર કહો છો, લાલ કિલ્લા પર ગયેલા યુવાનોને ગદ્દાર કહો છેા. કાં તો તમે સમજતા નથી અથવા સમજવા માગતા નથી કે તમે અત્યાર સુધીમાં જે ર્નિણયો કર્યા એમાં સૌથી વધુ તો તમારો અહંકાર પ્રગટ થયો હતો.
Recent Comments