video

અમરેલી નગર પાલિકા માં નવ નિર્મિત ભાજપ ની બોડી સતાના સૂત્રો સંભાળ્યા બાદ પ્રથમ સામાન્ય સભા

અમરેલી તા ૪ અમરેલી નગર પાલિકા માં નવ નિર્મિત ભાજપ ની બોડી સતાના સૂત્રો સંભાળ્યા બાદ પ્રથમ સામાન્ય સભા પાલિકાના સભાખંડમાં યોજાયેલ હતી જેમાં પાલિકામાં લાંચિયા અધિકારીઓ કર્મચારીઓને ઘરભેગા કરવા તેમજ નગરજનોએ ઘરબેઠા ફરિયાદ અંગે વોટ્સ એપ ગ્રુપ ચાલુ કરવા પ્રિ મોન્સુન કામગીરી હાથ ધરવા અને વણથંભી વિકાસ યાત્રા ને ગતિ આપવાના સબ વાહિની કાર્યરત કરવા સહિતની કામગીરીની મંજૂરી આપવામાં આવેલ હતી.

          પ્રાપ્ત વિગત મુજબ અમરેલી નગર પાલિકાના ૧૧ વોર્ડ ના ૪૪ સદસ્યોમાંથી ૩૦ સદસ્યો ભાજપના ૧૩ સદસ્યો કોંગ્રેસના અને ૧ અપક્ષ ચૂંટાયેલ હતા ભાજપને સ્પષ્ટ બહુમતી સાથે સતાના સૂત્રો સંભાળવામાં આવેલ હતા જેમાં સામાન્ય મહિલા પ્રમુખ પદ હોવાથી વૈશાલીબેન સંદીપભાઈ માંગરોળિયા પ્રમુખ પદે બિન હરીફ થયા બાદ આજે પાલિકા કચેરીના સભાખંડમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાઈ હતી જેમાં સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તા પ્રિ મોન્સુન કામગીરી જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવેલ હતી.તેમજ શહેરીજનોની ફરિયાદોની સુવિધામાં વધારા રૂપે વોટ્સ એપ ગ્રુપ આધારિત  એક નવી સુવિધા શરૂ કરવા તેમજ પાલિકા હદથી ૫૦ કિલોમીટર સુધી શબ વાહિની સેવા શરૂ કરવા મહિલા પિંક ટોયલેટ સુવિધા ઉભી કરવા કોમન પ્લોટ વિકાસ ગરીબ અને મધ્યમ વર્ગ માટે આવાસ યોજના સહિતના મહત્વના ૧૧ કામોને મંજૂરી આપવામાં આવેલ હતી.બાહોશ અને જાગૃત મહિલા પ્રમુખ તેમજ વિકાસ પુરુષ પી પી સોજીત્રા દ્વારા પાલિકામાં લાંચિયા અધિકારીઓ કર્મચારીઓને ઘરભેગા કરવા નિર્ણય કરવામાં આવેલ હતો

Related Posts