હું અત્યારે તો લગ્નના બંધનમાં બંધાવા તૈયાર નથી, માત્ર પોતાની ફિલ્મો પર ધ્યાન આપવા માંગુ છુંઃ પ્રભાસ
સાઉથ અને બૉલીવુડ ફિલ્મોના અભિનેતા પ્રભાસે તાજેતરમાં તેની ફિલ્મ ‘કલ્કી ૨૮૯૮ એડી’ના પ્રમોશન ઇવેન્ટમાં તેના લગ્ન વિશે વાત કરી હતી. તેને મજાકમાં એક સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે – ‘હું જલ્દી લગ્ન નહીં કરી શકું કારણ કે હું મારા મહિલા ચાહકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતો નથી.’ આ ઇવેન્ટમાં, અભિનેતાએ આગામી ફિલ્મમાં તેનો રોલ કેવો હશે તે વિશે વાત કરી. આ વાતનો પણ ખુલાસો થયો હતો. ‘સલાર’ અભિનેતાએ હાલમાં જ ફિલ્મના ટીઝર પહેલા તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી, જેના પછી લોકોને લાગ્યું કે તે લગ્ન કરવા જઈ રહ્યો છે.
પ્રભાસની વાતથી સ્પષ્ટ છે કે અત્યારે તે લગ્નના બંધનમાં બંધાવા તૈયાર નથી અને માત્ર પોતાની ફિલ્મો પર ધ્યાન આપવા માંગે છે. પ્રભાસ ટૂંક સમયમાં જ અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ સાથે ‘કલ્કી ૨૮૯૮ એડી’માં જોવા મળશે. આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા પ્રભાસ ‘ભૈરવ’ની ભૂમિકામાં જોવા મળશે. નાગ અશ્વિન દ્વારા લખાયેલ અને દિગ્દશિર્ત, ‘કલ્કી ૨૮૯૮ એડી’ વૈજાતંતિ મૂવીઝ દ્વારા નિમિર્ત છે. બીજી તરફ, દીપિકા પાદુકોણ અને પ્રભાસ પહેલીવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત કમલ હાસન અને દિશા પટણી પણ જોવા મળશે. ફિલ્મ ‘કલ્કી ૨૮૯૮ એડી’ ૯ મે, ૨૦૨૪ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
Recent Comments