અમરેલી

અમરેલીને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે  નગરપાલિકા દ્વારા ૧૦૦ દિવસનું વિશેષ સફાઈ અભિયાન

પ્રાદેશિક કમિશનરશ્રીનગરપાલિકાઓભાવનગર ઝોન હેઠળની અમરેલી નગરપાલિકા દ્વારા ૧૦૦ દિવસ સફાઈ કેમ્પેન’ અંતર્ગત શહેરમાં સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જળવાઈ રહે તે માટે દૈનિક ધોરણે સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના માર્ગદર્શન હેઠળ Cleanliness Target Unit (CTU) તથા Visible Cleanlinessના લક્ષ્યાંકો સિદ્ધ કરવા

નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને વધુ અવરજવર ધરાવતા વ્યાપારી તથા બજાર વિસ્તારોમાં દિવસ દરમિયાન પણ સતત સફાઈ સુનિશ્ચિત કરવામાં આવી રહી છેજેથી જાહેર સ્થળોએ કચરો એકત્રિત ન થાય.

આ અભિયાન અંતર્ગત શહેરના મુખ્ય માર્ગોબજાર વિસ્તારો તથા જાહેર સ્થળોની સફાઈ માટે આશરે ૫૦ જેટલા સફાઈ કર્મચારીઓ તથા રોડ સ્વીપર મશીનની મદદ લેવામાં આવી રહી છે. એકત્રિત કચરાનો યોગ્ય રીતે નિકાલ થાય તે માટે પણ જરૂરી કામગીરી હાથ ધરવામાં આવે છે.

નગરપાલિકા તંત્ર દ્વારા Visible Cleanliness પર વિશેષ ભાર મૂકીને સફાઈ કામગીરીનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે. કચરો એકત્ર થવાની સંભાવના ધરાવતા સ્થળોએ સમયસર સફાઈ કામગીરી હાથ ધરી શહેરની સ્વચ્છતા જાળવવામાં આવી રહી છે.

૧૦૦ દિવસ કેમ્પેનને સફળ બનાવવા નગરપાલિકા દ્વારા નગરજનોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકીનિયત સ્થળે જ કચરો આપવા તેમજ અમરેલી શહેરને સ્વચ્છસુંદર અને આરોગ્યપ્રદ બનાવવાની કામગીરીમાં નગરપાલિકાને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

Related Posts