અમરેલી

કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ અમરેલી દ્વારા ધારીના મોણવેલમાં પ્રાકૃતિક ખેતી અંગે ૨૫૦ ખેડૂતો માટે તાલીમ યોજાઈ

ધારી તાલુકાના મોણવેલ ગામ ખાતે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીહાલોલ સંલગ્ન કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગઅમરેલી દ્વારા ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી વિષયક વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોણવેલ તથા આસપાસના વિસ્તારોના ૨૫૦થી વધુ ખેડૂતો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

કાર્યક્રમના મુખ્ય અતિથિ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીહાલોલના કુલપતિશ્રી ડૉ. સી. કે. ટિંબડિયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું તત્ત્વજ્ઞાન તથા તેના વૈજ્ઞાનિક આધાર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતીની આવશ્યકતારાસાયણિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચેના તફાવત તેમજ જમીનની તંદુરસ્તી જાળવવામાં પ્રાકૃતિક ખેતીની ભૂમિકા સમજાવી હતી.

કુલપતિશ્રીએ જીવામૃત અને બીજામૃતના ઉપયોગથી જમીનમાં સૂક્ષ્મજીવોની સંખ્યા તથા જૈવિક સક્રિયતા વધે છે અને પાકને જરૂરી પોષક તત્ત્વો ઉપલબ્ધ થાય છે તેમ જણાવ્યું હતું. તેમણે પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાક પદ્ધતિનું મહત્વ સમજાવતા જીવાત-રોગ નિયંત્રણ તેમજ ખેડૂતોની આવકમાં સ્થિરતા લાવવામાં તેના ફાયદાઓ અંગે માહિતી આપી હતી. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂકતાં તેમણે દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી તૈયાર થતા પ્રાકૃતિક કૃષિ ઇનપુટ્સ જમીનની તંદુરસ્તી જાળવવામાં મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે સુડાવડ ગામના સરપંચ તથા પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂત શ્રી પ્રવીણભાઈ આસોદરિયાએ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના વેચાણ અને બજાર વ્યવસ્થા અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પ્રાકૃતિક પેદાશોની ગુણવત્તાગ્રાહકો સુધી પહોંચ અને યોગ્ય બજાર વ્યવસ્થાના મહત્વ અંગે સમજણ આપી હતી.

કાર્યક્રમમાં મોણવેલ ગામના અગ્રણી શ્રી કનુભાઈ સુખડિયાશ્રી ધનજીભાઈ ડાવરા તથા સરપંચશ્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી સ્વસ્થ સમાજ તથા સ્વચ્છ અને સંતુલિત પર્યાવરણના નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી હતી.

તાલીમ કાર્યક્રમમાં કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગઅમરેલીના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. કે. વી. મશાલિયા,  રૂપાલી વઘાસીયાખેતી અધિકારી જાનવી પરમાર તથા માહિતી પ્રૌદ્યોગિકી નિષ્ણાત શ્રી કે. વી. ઠુંમર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત શ્રી દલખાણિયા પગાર કેન્દ્ર શાળાના આચાર્યશ્રી હેમલભાઈ જયસ્વાલે કાર્યક્રમના આયોજનમાં સહયોગ આપ્યો હતો.

કાર્યક્રમના અંતે ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતીને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા અને નિષ્ણાતો દ્વારા તેમના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા. તાલીમ કાર્યક્રમના સફળ આયોજન બદલ ખેડૂતો દ્વારા આયોજકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનો સમાપન વંદે માતરમ્‌ના ગાન સાથે કરવામાં આવ્યું હતું તેમ આચાર્યશ્રી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ,અમરેલીની એક યાદીમાં જણાવાયું છે.

Related Posts