નોંઘણવદર કેન્દ્રવર્તી શાળામાં વિદ્યાર્થીઓની સુવિધા માટે દાતાઓના આર્થિક સહયોગથી તૈયાર કરવામાં આવેલા પતરાંના શેડનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ શેડનું નિર્માણ ગામના નાના-મોટા અનેક સહયોગી દાતાશ્રીઓના રૂ. ૫.૫ લાખ (પાંચ લાખ પચાસ હજાર) ના ઉદાર ફાળાથી શક્ય બન્યું છે.
શાળાના આ વિકાસ કાર્યમાં મુખ્ય દાતાશ્રીઓએ ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, જેમાં રૂ.એક લાખ ઉદ્યોગપતિ સ્વ. ચીમનલાલ ચુનિલાલ શાહ,રૂ. 61111,સ્વ. રેખાબેન ધરમશીભાઈ લાઠીયા,રૂ.55555 શ્રી ભડિયાદરા દિનેશભાઈ વિરજીભાઈનુ મુખ્ય દાન પ્રાપ્ત થયું.આ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોને સન્માનિત કરવા માટે મોમેન્ટો અને શાલની વ્યવસ્થા ‘પાર્થ ડ્રીપ ઇરીગેશન’ના મહીપતભાઈ રાઠોડ તથા ‘ભવાની પ્રોવિઝન સ્ટોર’ના અરવિંદભાઈ ભુપતભાઈ ખીમાણી તરફથી કરવામાં આવી હતી.પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર બાળકોને ભાવિનભાઈ પરમાર એસ.બી.આઈ.નોંઘણવદર તરફથી ઈનામ વિતરણ કરવામાં આવેલ આ ઉપરાંત, કાર્યક્રમની ખુશાલીમાં કિરણભાઈ પરમાર તરફથી ચાર કિલોની કેક કાપવામાં આવી હતી અને ધરમશીભાઈ લાઠીયા તરફથી શાળાના 550 બાળકોને કેન્ડીનું વિતરણ કરીને તેમનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું.
શ્રી દિનેશભાઇ ભડિયાદરા તથા સુશ્રી રેખાબેન ધરમશીભાઈ લાઠિયાએ ગામની રચનાત્મક પ્રવૃત્તિમાં પોતાનો હંમેશા સહયોગ આપવાની ખાત્રી આપી હતી.













Recent Comments