ભાવનગર

કોળીયાક ખાતે નિષ્કલંક મહાદેવના સાંનિધ્યમાં તા ૧૦ અને ૧૧ સપ્ટેમ્બરના રોજ ભાદરવી અમાસનો મેળો યોજાશે

આગામી તારીખ ૧૦ અને ૧૧ સપ્ટેમ્બર-૨૦૨૬ નાં રોજ ભાવનગર તાલુકાનાં કોળીયાક ગામે નિષ્કલંક મહાદેવ ખાતે
યોજાનાર ભાદરવી અમાસનાં મેળા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન હાથ ધરીને જરૂરી તૈયારીઓ
હાથ ધરવામાં આવી છે. આ મેળાને અનુલક્ષી ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ કામોને આખરી ઓપ
અપાઈ રહ્યો છે. આ લોકમેળાને અનુલક્ષી ભાવનગર કલેકટર કચેરી ગ્રામ્ય પ્રાંત અધિકારી શ્રી તમન્ના ઝાલોડિયાની
જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
ભાદરવી અમાસનો લોકમેળો સુખરૂપ રીતે સંપન્ન થાય તેમજ મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ
સારી રીતે જળવાઇ રહે તે માટે જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જરૂરી પગલાઓ લેવામાં આવી
રહ્યાં છે.
પ્રાંત અધિકારીશ્રી દ્વારા ફાયર ફાઇટરની વ્યવસ્થા, મેળાનાં સ્થળે મોબાઇલ ટોઇલેટ, જરૂરી પાર્કિંગની વ્યવસ્થા, રેસ્ક્યુ
ટીમની તૈનાતી, સતત પેટ્રોલીંગ, જરૂરી બેરીકેડિંગ, એસ.ટી. બસ, લાઇટ તથા માઇકની વ્યવસ્થા, બચાવ કામગીરી
માટે બોટની વ્યવસ્થા, મેડિકલ ટીમ સહિતની તમામ વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી તેમજ જિલ્લા
વહીવટી તંત્રના વિવિધ વિભાગોનાં અધિકારીઓને મેળા દરમ્યાન જવાબદારીઓ સોંપવામાં આવી છે.

Related Posts