શૈક્ષણિક ક્ષેત્રે બાળકોની પ્રગતિ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ પ્રત્યે જાગૃતતા વધે તે હેતુથી ‘વિકાસ વર્તુળ ટ્રસ્ટ – ભાવનગર’ દ્વારા દર વર્ષે રાજ્ય કક્ષાની GK – IQ પરીક્ષાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ GK – IQ પરીક્ષા દ્વિસ્તરીય પરીક્ષા માળખું ધરાવે છે ત્યારે તેની પ્રથમ કસોટીમાં ગણેશ શાળા ટીમાણાના કુલ 1640 વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને તૈયારી સાથે ભાગ લીધો હતો.
પરીક્ષા દરમિયાન શાળાનું વાતાવરણ ઉત્સાહપૂર્વક અને શાંતિપૂર્ણ રહ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના જ્ઞાન અને ક્ષમતાનો પરિચય આપતાં પૂરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી હતી. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ભાગીદારી એ શાળા પરિવાર માટે અત્યંત ગૌરવની બાબત છે.
ગણેશ શાળા – ટીમાણા પરિવાર ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા અને આગામી પરિણામ તેમજ ભવિષ્યની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉત્તરોત્તર સફળતા મેળવે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.


















Recent Comments