શ્રી લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન-૪ ની સૂચના અનુસાર, શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટ – સાવરકુંડલા દ્વારા આયોજિત અને સાવરકુંડલા લોહાણા તાલુકા પ્રમુખ શ્રી વિજયભાઈ વસાણીની આગેવાની હેઠળ આજરોજ “જી.કે. એક્ઝામ ૨૦૨૬” (જનરલ નોલેજ સ્પર્ધા)નું ભવ્ય આયોજન અહીંની લોહાણા મહાજન વાડી ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં લોહાણા સમાજના ૭૪ જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સાવરકુંડલા શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટના પ્રમુખ/ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ માધવાણી, ઉપપ્રમુખ/ટ્રસ્ટી શ્રી રાજુભાઈ શીંગાળા , તાલુકા પ્રમુખ તેમજ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિજયભાઈ વસાણી, ટ્રસ્ટી શ્રી હાર્દિકભાઈ ખીમાણી તથા પીન્ટુભાઈ વડેરાએ વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ ઉપરાંત કારોબારી સભ્યો સર્વશ્રી દિનેશભાઈ કારીયા, અમિતભાઈ સાદરાણી, મનોજભાઈ વણઝારા તેમજ તાલુકા વિભાગના સક્રિય સભ્યો સાગરભાઈ કોટક, સાગરભાઈ રૂપારેલ, જય ગઢીયા, જતીનભાઈ વણઝારા અને મદદનીશ તરીકે ચિરાગ નથવાણી, બાલકૃષ્ણ કોટેચા તથા રવિ મશરૂએ ભારે જહમત ઉઠાવી હતી.
સૌના સાથ-સહકાર અને વિદ્યાર્થીઓની મહેનતથી આ જી.કે. પરીક્ષા ખૂબ જ સુંદર અને સુચારુ રીતે પૂર્ણ થઈ હતી. પરીક્ષાના અંતે તમામ સંસ્થાઓ દ્વારા ભાગ લેનાર વિદ્યાર્થીઓને બિરદાવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાવરકુંડલા શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હોવાનું તાલુકા વિભાગના મંત્રી શ્રી સાગરભાઈ કોટક તથા શ્રી સાગરભાઈ રૂપારેલની અખબારી યાદી જણાવે છે.


















Recent Comments