સિંગર નેહા કક્કડ પતિ રોહનપ્રીત સિંહ સાથે હાથાપાઇ કરતી જાેવા મળી, વીડિયો વાયરલ
બોલીવુડની દુનિયામાં પોતાના મધુર અવાજથી જાદૂ પાથરનાર સિંગર નેહા કક્કડ મોટાભાગે કોઇને કોઇ કારણથી ચર્ચામાં રહે છે. સો.મીડિયા પર નેહા કક્કડ ખૂબ એક્ટિવ રહે છે એટલામ અઍટે તેમના ચાહનારા તેમને સો.મીડિયા ક્વીન પણ કહે છે. નેહા કક્કડએ ગત વર્ષે રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા હતા પરતુ હવે બંને વચ્ચે ‘હાથાપાઇ’ પણ શરૂ થઇ ગઇ છે.
સો.મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં પહેલાં રોહનપ્રીત પોતાની પત્ની નેહાને મારતાં જાેવા મળી રહ્યા છે પછી બદલામાં નેહા પણ તેમની સાથે હાથાપાઇ કરતી જાેવા મળે છે. તમે બીજું વિચારો નહી. જાે બંને આ રીલ વીડિયોમાં ફક્ત મસ્તી કરી રહ્યા છે. નેહાએ આ વીડિયોને પોતાના ઇંસ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કર્યો છે.
નેહા અને રોહનપ્રીતના ફેન્સ આ વીડિયોમાં તેમની મસ્તી અને તેમની બોન્ડીંગને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો આ જાેડી પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. નેહા અને રોહનપ્રીના આ વીડિયો પર લોકો જાેરદાર રિએક્ટ પણ કરી રહ્યા છે. એક ફેન્સે નેહાના વીડિયો પર કોમેન્ટ કરતાં લખ્યું, ‘લગ્ન બાદની સ્થિતિ’ તો બીજા એક યૂઝરે લખ્યું, ‘તમે લોકો આટલા ક્યૂટ કેમ હોય?’
નેહા કક્કડ ‘ઇન્ડીયન આઇડલ ૧૨’માં જજ તરીકે જાેવા મળી રહ્યા છે અને જલદી તેમનું નવું ગીત ‘ રિલીઝ થવા જઇ રહ્યું છે, જેમાં તે રોહનપ્રીત સિંહની સાથે જાેવા મળશે.
Recent Comments