fbpx
ગુજરાત

અમદાવાદનો ચોંકાવનારો કિસ્સોઃ પત્નીની ગેરહાજરીમાં પતિના જેઠાણી સાથે સંબંધ

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એક પરિણીતા ડિલિવરી બાદ સાસરીમાં પરત આવી હતી. તેને હતું કે પતિ અને બધા સાસરિયાં તેને લાડકોડથી રાખશે, પણ તેને જાેઈને બધાનું વર્તન બદલાયેલું લાગ્યું. પત્નીની આવી હોવા છતાં પતિ રાતે તેના રૂમમાં આવવાને બદલે ક્યાંક ગયા હોવાની શંકા જતાં પત્નીએ તપાસ કરી તો પતિ તેની ભાભી સાથે પ્રણયમાં રચ્યોપચ્યો હતો અને ધીમે ધીમે ર્નિવસ્ત્ર થઈને કામક્રીડા કરી રહ્યો હતો. આ જાેઈને પત્નીના મોઢામાંથી ચીસ નીકળી ગઈ અને ઘરમાં બધા ભેગા થઈ ગયા હતા. ત્યાર બાદ પરિણીતાએ આ બાબતનો વિરોધ કર્યો તો સાસરિયાંએ ભેગા થઈને પરિણીતા અને તેના પિયરના સભ્યોને ખૂબ માર માર્યો હતો. આ અંગે હાલ પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી રેશ્મા (નામ બદલ્યું છે )ના લગ્ન મોઇન (નામ બદલ્યું છે.) સાથે થયા હતા. રેશ્મા લગ્ન કરીને મોઇન અને તેના પરિવાર સાથે રહેતી હતી. લગ્ન બાદ સાસરિયાં નાની-નાની વાતે ઝઘડો કરતાં જેને રેશ્માએ નજરઅંદાજ કરી દીધો હતો. બીજી બાજુ, મોઇનના મોટા ભાઈ કામ માટે ઘણા દિવસો સુધી બહારગામ રહેતા હતા અને તેમની પત્ની ઘરે રહીને મોઇનના કાન ભરતી હતી.

આ સમય દરમિયાન રેશ્મા ગર્ભવતી થઈ અને ડિલિવરી માટે પિયર ગઈ હતી. રેશ્માએ દીકરાને જન્મ આપ્યો અને ફરી પાછી સાસરીમાં આવી હતી. આ સમયે મોઇન અને ઘરના બીજા સભ્યોના વ્યવહાર બદલાયેલા હતા. પહેલાં રોજ સાંજે મોઇન ઘરે અવીને રેશ્માને મળવા આવતો હતો, પણ બે દિવસથી આવું થતું ન હતું, જેથી રેશ્માને શંકા ગઈ અને તેને ઘરમાં તપાસ કરી તો મોઇન ઘરમાં આવીને સીધો રેશ્માને મળવાને બદલે તેની ભાભીના રૂમમાં જતો રહ્યો હતો. રેશ્માએ પણ હિંમત કરીને તેની જેઠાણીના રૂમમાં ઘૂસી ગઈ હતી. રૂમમાં જતાં જ મોઇન અને તેની ભાભીને ર્નિવસ્ત્ર જાેઈને રેશ્માના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

મોઇન અને તેની ભાભી બંને કામક્રીડા કરી રહ્યાં હતાં. એ જાેઈને રેશ્માના મોઢામાંથી ચીસ નીકળી ગઈ અને ઘરના બધા ભેગા થઈ ગયા હતા. રેશ્માએ આ વાતની જાણ પોતાના પિયરમાં કરી તો તે બધા પણ મોઇનના ઘરે પહોંચી ગયા અને ઝઘડો થયો હતો. એમાં મોઇનનાં સગાં ભેગા થઈ ગયા અને રેશ્મા તથા તેના પરિવારને પકડી પકડીને માર માર્યો હતો. આ સમગ્ર મામલે હાલ રેશ્માએ મહિલા પોલીસ સ્ટેશન પૂર્વમાં ફરિયાદ નોંધાવી છે, જે અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts