સાવરકુંડલા: ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ વિવિધ
ગામોમાં આવેલા આશ્રમોની મુલાકાત લઈ સંત-મહાત્માઓનું પૂજન-અર્ચન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
ધારાસભ્યશ્રીએ સૌપ્રથમ સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામે પૂજ્ય પ્રેમદાસબાપુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. ,
બાઢડા ગામે સનાતન આશ્રમમાં પૂજ્ય જ્યોતિ મૈયાના આશીર્વાદ લીધા. ગોદડીયા આશ્રમની મુલાકાત બાદ મોટા ભમોદ્રા
ગામે શ્રી સુખરામબાપુના આશ્રમ (રામજી મંદિર) ખાતે પૂજ્ય મધુબાપુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.,હિપાવડલી ગામે
લટુરિયા હનુમાન આશ્રમ ખાતે પૂજ્ય જસુ બાપુના દર્શન કર્યા. વીરડી પારા વિસ્તારમાં આવેલા મહાકાળી આશ્રમ
(નેમીનાથ બાપુના આશ્રમ) ખાતે પૂજ્ય ધનસુખનાથ બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. નાના ઝીઝુડા ગામે પૂજ્ય
સીતારામબાપુના દર્શન કર્યા તેમજ સાવરકુંડલા ખાતે શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજીના આશ્રમની મુલાકાત લીધી.
આ ઉપરાંત હાથસણી ગામે માનવ મંદિર ખાતે પૂજ્ય ભક્તિરામબાપુના આશીર્વાદ મેળવ્યા અને કાનાતળાવ ગામે પૂજ્ય
ઉષા મૈયાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે. ગુરુના
આશીર્વાદથી જીવનમાં સદ્વિચાર, સંસ્કાર અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. તેમણે પ્રદેશમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ
અને સર્વાંગી વિકાસ માટે સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી પ્રાર્થના કરી હતી.
ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે સાવરકુંડલા શહેર તેમજ તાલુકાના આદસંગ ,બાઢડા, મોટા ભમોદ્રા,હિપાવડલી, વીરડી,
નાના ઝીઝુડા, હાથસણી ,કાનાતળાવ ગામોના સંતોના આશીર્વાદ મેળવ્યા આ ભક્તિમય વાતાવરણ વચ્ચે સંતો નું
ધારાસભ્યશ્રી એ પૂજન કર્યું હતું
આ ગુરુ પૂજનમા સંગઠન ના હોદેદારો, સ્થાનિક આગેવાનો, કાર્યકરો, ગ્રામજનો તથા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત
રહ્યા હતા.


















Recent Comments