બોલિવૂડ

વિજેતા બન્યા બાદ ની જીંદગી ખરાબ થઈ ગઈ હતી : સુશીલ કુમાર

સુશીલ કુમારે પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘કેબીસી’ જીત્યા બાદ મારા જીવનનો સૌથી ખરાબ સમય શરૂ થયો હતો. ૨૦૧૫-૧૬નો સમય મારા જીવનનો સૌથી પડકારજનક સમય હતો. કંઈ જ ખબર પડતી નહોતી કે હું શું કરું. લોકલ સેલિબ્રિટી હોવાને કારણે મહિનામાં ૧૦-૧૫ દિવસ બિહારમાં ક્યાંકને ક્યાંક પ્રોગ્રામ રહેતો. આ સાથે જ ધીમે ધીમે ભણવાનું પાછળ રહી ગયું હતું. અમિતાભ બચ્ચનના ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ ૧૩’ આજથી એટલે કે ૨૩ ઓગસ્ટથી ટીવી પર શરૂ થઈ રહ્યો છે. આ વખતે શોમાં લાઇવ ઓડિયન્સ પણ જાેવા મળશે. ૧૨મી સિઝનમાં કોરોનાને કારણે ઓડિયન્સ જાેવા મળી નહોતી. ‘કૌન બનેગા કરોડપતિ’ની પાંચમી સિઝનમાં સુશીલ કુમારે પાંચ કરોડ રૂપિયા જીત્યા હતા. ગયા વર્ષે સુશીલ કુમારે સો.મીડિયામાં એક લાંબી પોસ્ટ શૅર કરીને પોતાના સંઘર્ષની વાત કહી હતી. સુશીલ કુમારે કહ્યું હતું કે સેલિબ્રિટી બન્યા બાદ તેના જીવનનો સૌથી ખરાબ સમય શરૂ થયો હતો. તે સમયે હું મીડિયા અંગે ઘણો જ ગંભીર રહેતો હતો. આ જ કારણે હું કોઈ પણ અનુભવ વગર એ બિઝનેસ કરવા લાગતો, જેમાં મને સહેજ પણ ખબર ના પડતી હોય. મીડિયામાં હું કહી શકું કે હું બેકાર નથી, માટે જ આ પ્રકારના બિઝનેસ કરતો રહેતો હતો. જાેકે, થોડાં દિવસ બાદ એ બિઝનેસ મારે બંધ કરી દેવો પડતો હતો. ‘કેબીસી’ બાદ હું દાનવીર બની ગયો હતો અને ગુપ્તદાન કરતો હતો. મહિને ૫૦ હજારથી વધુ રૂપિયા હું ખર્ચ કરતો હતો. આ જ કારણથી કેટલાંક ચાલુ ટાઈપના માણસો મારી સાથે જાેડાઈ ગયા હતા અને મને છેતરીને જતા રહ્યા હતા. આ બધાની અસર મારા પરિવાર પર પડી હતી. મારી પત્ની સાથેના સંબંધો ખરાબ થઈ રહ્યા હતા. તે ઘણીવાર મને કહેતી કે તમે સાચા અને ખોટા લોકોની ઓળખ કરી શકતા અને ભવિષ્યની કોઈ ચિંતાનથી. આ બધું સાંભળીને મને લાગતું કે તે મને સમજી શકતી નથી અને આ વાત પર અમારી વચ્ચે બહુ જ ઝઘડાઓ થતાં હતાં. જાેકે, આ બધાની વચ્ચે કેટલીક સારી બાબતો પણ મારી સાથે બની હતી. :

દિલ્હીમાં મેં કેટલીક કાર ખરીદી હતી અને તે કાર મિત્રને ભાડે આપીને ચલાવવા આપી હતી. આથી જ દર મહિને હું કેટલાંક દિવસ દિલ્હી જતો હતો. આ દરમિયાન મારી મુલાકાત જામિયામાં મીડિયાનો અભ્યાસ કરતાં યુવકો સાથે થઈ હતી, પછી ૈંૈંસ્ઝ્ર (ઇન્ડિયન ઇન્સિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન)માં અભ્યાસ કરતાં યુવકો સાથે થઈ હતી પછી ત્નદ્ગેં (જવાહર નેહરુ યુનિવર્સિટી)માં રિસર્ચ કરતાં છોકરાઓને હું મળ્યો હતો. કેટલાંક થિયેટર આર્ટિસ્ટ સાથે પણ ઓળખાણ થઈ હતી. જ્યારે આ લોકો કોઈ એક મુદ્દા પર વાત કરતા તો મને લાગતું કે હું તો કૂવાનો દેડકો છું. મને તો આ બધા વિશે કંઈ જ ખબર નથી. આ તમામની વચ્ચે મને દારૂ તથા સિગારેટની લત લાગી ગઈ હતી. એક રાત્રે હું ફિલ્મ ‘પ્યાસા’ જતો હતો. આ ફિલ્મનો ક્લાઈમેક્સ ચાલતો હતો અને તે જ સમયે મારી પત્ની રૂમમાં આવી અને બૂમો પાડવા લાગી કે એક જ ફિલ્મ અનેક વાર જાેઈને તમે પાગલ થઈ જશો. જાે તમારે આ જ ફિલ્મ જાેવી હોય તો મારા રૂમમાં ના રહો અને બહાર જાઓ. લેપટોપ બંધ કરીને હું શેરીમાં ચૂપચાપ ચાલવા લાગ્યો. હજી તો થોડુંક જ ચાલ્યો હોઈશ અને અંગ્રેજી અખબારના એક પત્રકારનો ફોન આવ્યો હતો. મેં થોડીવાર સુધી તો વ્યવસ્થિત રીતે વાત કરી પરંતુ પછી તેણે મને કંઈક એવો સવાલ પૂછ્યો કે મને ગુસ્સો આવી ગયો અને મેં કહી દીધું કે મારા તમામ પૈસા વપરાઈ ગયા છે અને બે ગાય લીધી છે અને દૂધ વેચીને ગુજરાન ચલાવું છું.

ત્યારબાદ આ ન્યૂઝની જે અસર થઈ તે વાતની તો તમને ખબર જ છે. તે સમાચારે પોતાની અસર બતાવી અને જેટલા પણ લોકો પૈસાને કારણે મારી સાથે રહેતા હતા તે તમામ દૂર જતા રહ્યા. મને કોઈ ઈવેન્ટમાં બોલાવતા નહોતા. આ સમયે મને ખ્યાલ આવ્યો કે મારું શું કરવું જાેઈએ. એક દિવસ પત્ની સાથે બહુ મોટો ઝઘડો થયો અને તે પિયર જતી રહી. વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ હતી. તે સમયે મને અહેસાસ થયો કો જાે સંબંધો બચાવવા છે તો મારે બહાર નીકળવું પડશે. ફિલ્મ ડિરેક્ટર બનવાનું સપનું લઈને હું બિલકુલ નવી ઓળખ સાથે બહાર આવ્યો. મારા પ્રોડ્યૂસર મિત્રને વાત કરી અને તેણે મને ફિલ્મ ટેક્નિક સંબંધીત સવાલો કર્યા હતા પરંતુ હું જવાબ આપી શક્યો નહીં. એક મોટા પ્રોડક્શન હાઉસમાં આવીને કામ કરવા લાગ્યો. અહીંયા વાર્તા, સ્ક્રીનપ્લે, ડાયલોગ કોપી, પ્રોપ અને અગણિત વાતોને સમજવાની તક મળી. ત્યારબાદ મારું મને બેચેન રહેવા લાગ્યું. અહીંયા તો માત્ર ત્રણ જ જગ્યા- આંગણું, કિચન તથા બેડરૂમમાં જ શૂટિંગ થતું હતું. હું તો ડિરેક્ટર બનવાનું સપનું લઈને આવ્યો હતો અને એક દિવસ તે સપનાને અધૂરું મૂકીને ગીતકાર મિત્રની સાથે તેના જ રૂમમાં રહેવા લાગ્યો.જીવનમાં એક નવો ઉત્સાહ છે. બસ આ જ વિચારો છે કે જીવનમાં જેટલી જરૂરિયાત ઓછી રાખો તેટલું સારું. જરૂરિયાત હોય તેટલી જ કમાણી કરવી.’

Related Posts