અમરેલી

એસ.એમ.જી.કે. શૈક્ષણિક સંકુલમાં રાષ્ટ્રીય હિન્દી દિવસની ભવ્ય ઉજવણી

આજરોજ તારીખ ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના  રોજ સાવરકુંડલા શહેર મહુવા રોડ પર સ્થિત એસ.એમ.જી.કે. શૈક્ષણિક સંકુલ ખાતે ‘રાષ્ટ્રીય હિન્દી દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

​કાર્યક્રમ દરમિયાન હિન્દી શિક્ષક દ્વારા રાષ્ટ્રીય ભાષા હિન્દીનું મહત્ત્વ અને તેનો ઇતિહાસ સમજાવતી વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે હિન્દી નિબંધ લેખન અને શ્રુતલેખન જેવી સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું, જેમાં તમામ વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

​આ ઉજવણીમાં સંકુલના એકેડેમિક તથા કેમ્પસ ડાયરેક્ટર અને સી.ઈ.ઓ. સાહેબનું પ્રેરણાદાયી માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. આ ઉપરાંત, સંકુલના પી.ટી.આઈ. નાસીરઅલીબાપુ કાદરીએ પણ હિન્દી દિવસ સંદર્ભે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું.

​આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ વિભાગના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને ઉજવણીને ભવ્ય બનાવી હતી.

Related Posts