દર વર્ષે ૧૪ સપ્ટેમ્બરના રોજ દેશભરમાં ઉજવાતા ‘હિન્દી દિવસ’ નિમિત્તે સાવરકુંડલાના જાણીતા હિન્દી શિક્ષિકા અને લેખિકા અલ્પાબેન રાવલે ભાષાની મધુરતા, સરળતા અને સંસ્કૃતિને જોડતી કડી તરીકે તેના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, ૧૪ સપ્ટેમ્બર ૧૯૪૯ના રોજ બંધારણે હિન્દીને રાજભાષાનો દરજ્જો આપ્યો હતો. તેની ઉદારતા માતા સમાન છે, જેણે ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી, ઉર્દૂ સહિત અનેક ભાષાઓના શબ્દોને અપનાવીને પોતાની સમૃદ્ધિ વધારી છે. હિન્દીને ઘેર-ઘેર પહોંચાડવામાં સિનેમા અને ટેલિવિઝનનો સિંહફાળો રહ્યો છે.
તેમણે અમિતાભ બચ્ચન, સ્વ. સુષમા સ્વરાજ, સ્વ. અટલ બિહારી વાજપેયી અને પ્રસૂન જોશી જેવા મહાન વક્તાઓની વાણીનો ઉલ્લેખ કરી ભાષાપ્રેમીઓ માટે તેને ગૌરવરૂપ ગણાવી હતી. અંતમાં તેમણે આ મીઠી ભાષા પ્રત્યે સન્માન વ્યક્ત કરી તેના પ્રસારમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.














Recent Comments