ભારતમાં હિન્દુઓની સંખ્યા ઘટી તો કશુ બાકી નહીં રહે : નીતિન પટેલ
ગાંધીનગરમાં ગુજરાતનું પહેલું ભારત માતાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભારત માતાના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ફૐઁ અને ઇજીજીના ટોચના નેતાઓ ઉપસ્થિત હતા. જ્યાં નાયબ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલું નિવેદન સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યું છે. તેઓએ જણાવ્યું કે, દેશમાં બંધારણ, ધર્મનિરપેક્ષતા અને કાયદાની વાત ત્યાં સુધી જ ચાલશે જ્યાં સુધી હિંદુ બહુસંખ્યક છે. જાે હિંદુઓની સંખ્યા ઘટી તો તે દિવસે ના કોઈ કોર્ટ-કચેરી હશે, ના કોઈ કાયદો હશે. ધર્મસભામાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તમારે વીડિયો ઉતારવો હોય તો ઉતારી લો અને મારા શબ્દો લખીને રાખજાે, જ્યાં સુધી આ દેશમાં હિન્દુઓની બહુમતી છે. ત્યાં સુધી જ બંધારણ, ત્યાં સુધી જ કાયદો, ત્યાં સુધી જ બીનસંપ્રદાયીક્તા, આ વાતો કરનારા કરશે, ભગવાન ના કરે અને જાે હિન્દુઓની સંખ્યા ઘટી અને બીજા લોકો વધ્યાં, તે દિવસથી કોઈ કોર્ટ-કચેરી નહીં, કોઈ લોકસભા નહીં, કોઈ બંધારણ નહીં. બધુ જ હવામાં અને દફનાયી દેશે. કશુ બાકી નહીં રહે. આ તો ઓછા અને લઘુમતીમાં છે. હું બધાની વાત નથી કરી રહ્યો.
હજારો મુસ્લિમો દેશભક્ત છે. અને ભારતીય સેનામાં છે. સેકડો મુસ્લિમો ગુજરાત પોલીસમાં છે. નાયબ મંત્રીએ જણાવ્યું કે, હું સ્પષ્ટ કરું કે જાે કોઈ હિન્દુ છોકરો કોઈ નિર્દોષ મુસ્લિમ છોકરી સાથે છેડતી કરીને લગ્ન કરે તો આ કાયદો તેને પણ લાગુ પડે છે. તો આ કાયદો કોઈ ખાસ ધર્મ માટે નથી. તમામ લોકો પર લાગુ પડે છે. આ કાયદાને પડકારતી રિટ અરજી એક સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, હું તે સંસ્થાને પૂછવા માંગુ છું કે જાે હિન્દુ દીકરીઓ હિન્દુ સાથે લગ્ન કરે, મુસ્લિમ દીકરીઓ મુસ્લિમ સાથે લગ્ન કરે, ખ્રિસ્તી દીકરીઓ ખ્રિસ્તીઓ સાથે લગ્ન કરે. જાે શીખ દીકરીઓ શીખ સાથે લગ્ન કરે છે તો તેમને વાંધો શું છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, મેં નક્કી કર્યું છે કે, સમગ્ર રાજ્યમાં જ્યાં પણ નવા બ્રિજ બનશે. મોટા હાઈવે બનશે. ૪ લેન બનશે. સીક્સ લેન બનશે. એ તમામ જગ્યા પર ભારતમાતાની પધરામણી કરવાની છે. આ માટે આપણે બધાએ ભેગા મળીને કામ કરવાનું રહેશે. એક મંદિર બનાવવાથી કઈ નહીં થાય. આપણે બધા ભેગા થઈ એક અવાજે ભારત માતા કી જય બોલીએ તો જેના હાથમાં ગમે એવી છદ્ભ૪૭ હોય, પણ આપણા અવાજથી જ એ ધ્રુજી જાય.
Recent Comments