અમરેલી

દિલ્હી ખાતે પ્રથમ રાષ્ટ્રિય સહકાર સંમેલનમાં અમરેલી જીલ્લાના નાનકડા ગામમા તૈયાર થયેલ હાથ વણાટ શાલ થી શાહનું સન્માન

શ્રી સતનામ વણકર સહકારી સોસાયટીએ તૈયાર કરેલ હાથ વણાટ શાલ

સહકારની દરેક પ્રવૃતિઓ રોજગારી અને આત્મનર્ભરિતા તરફ દોરી જાય છે તેમા હસ્ત કલા–કારીગરી મોખરે છે. અમરેલી જીલ્લાના નાનકડા ગામમાં કાર્યરત શ્રી સતનામ વણકર સહકારી સોસાયટી દ્રારા તૈયાર કરવામાં આવેલ હાથવણાટની નમુનેદાર શાલ થી દિલ્હી ખાતે પ્રથમ યોજાયેલ સહકાર સંમેલનમાં ગૃહ–સહકાર મંત્રી અમીતભાઈ શાહનું સન્માન કરવામાં આવેલ આ તકે રાષ્ટ્રિય સહકારી આગેવાન દિલીપ સંઘાણી એ જણાવેલ કે ગામડાઓમા રોજગારીનું સર્જન સહકાર જ કરી શકે.

ગ્રામ્ય વિસ્તારમાં પણ સ્વરોજગારી હસ્ત કલા–કારીગરી સહકારના માધ્યમથી શરૂ કરીને વધુમાં વધું લોકો આત્મનર્ભરિ બની શકે તેમ હોઈ, વણાટ રોજગાર પ્રવૃતિનો પ્રચાર–પ્રસાર અત્યંત જરૂરી છે તેમ જ અનેક પરિવારોને આર્થીક બળ પુરૂ પાડનાર હોવાનું સંસ્થા પ્રમુખ કાંતિભાઈ ગોહિલ એ અખબારી યાદીમા જણાવેલ છે. સાથોસાથ દેશવ્યાપી સંમેલનમાં અમીતભાઈ શાહના સન્માનની તક સતનામ વણકર સહકારી મંડળીને આપવા બદલ દિલીપ સંઘાણીપ્રતિ આભારની લાગણી વ્યકત કરી હોવાનું જણાવેલ.

Related Posts