દેશની ટોચની પ્રતિષ્ઠિત કંપનીઓમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના અમલી છે. આ યોજના અંતર્ગત ધો.૧૦, ધો.૧૨, આઈ.ટીઆઈ. ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા અને ૧૮-૨૫ વર્ષની વય ધરાવતા, ફૂલ ટાઇમ નોકરી કે અભ્યાસ કરતા ના હોય તેવા રોજગાર ઇચ્છુક ઉમેદવારોને દેશની ટોચની કંપનીમાં વિનામૂલ્યે ઇન્ટર્નશીપનો લાભ મળી શકે છે.
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને ઉદ્યોગ જગત સાથે જોડીને તેમના કૌશલ્યમાં વધારો કરવાનો છે. પસંદગી પામનાર ઉમેદવારોને સ્ટાઈપેન્ડ, જોડાણ ભથ્થુ તથા નિર્ધારિત સમયગાળાની ઈન્ટર્નશિપનો લાભ મળશે.
આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેવા રોજગારવાંચ્છુ પૂર્ણકાલીન રોજગારથી ન જોડાયેલા ઉમેદવારોએ www.pminternship.mca.gov.in પર ઓનલાઇન અરજી કરી રજિસ્ટ્રેશન કરાવવું.વધુ વિગતો માટે ઉમેદવારો ટોલ ફ્રી નં. ૧૮૦૦૧૧૬૦૯૦ પર સંપર્ક કરી અને માર્ગદર્શન મેળવી શકે છે.
વધુ વિગતો માટે અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન, રાજમહેલ કમ્પાઉન્ડનો રૂબરૂ અથવા ટેલિફોન નંબર (૦૨૭૯૨) ૨૨૩૩૯૪ પર સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.












Recent Comments