fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે I CITY WATCH NEWS

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૦૩ ઓક્ટોબર થી ૦૯ ઓક્ટોબર સુધી

મેષ :- પાંચમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ નવા નવા મિત્રોનો પરિચય કરાવનાર, સંતાનોનાં શિક્ષણ કાર્ય કે અન્ય કાર્યમાં પ્રવૃત રખાવનાર બને, મધ્યમાં આરોગ્ય બાબત તકેદારી સપ્તાહનાં અંતમાં સારા નિર્ણયો લેવાય.
બહેનો :- સખી સહેલી, મિત્રોને મળવાનો આનંદ મળે, દેવી કવચનાં પાઠ કરવા.

વૃષભ :- ચોથા સ્થાનમાં ભૌતિક સુખ સગવડો સ્થાવર મિલકત ખેતીવાડી કે અન્ય રીતે સુખો આપનાર ચંદ્ર સપ્તાહના મધ્યમાં મહત્વના કામ પુરા કરાવે, સપ્તાહના અંતમાં મોસાળ પક્ષ કે અન્ય પ્રવૃતિમાં દોડધામ રહે.
બહેનો :- વાહન સુખ કે અન્ય સુખમાં વધારો થાય, માતૃપક્ષથી સારું રહે, દેવી અથર્વ શીર્ષના પાઠ કરવા.

મિથુન :- ત્રીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સાહસ વૃતિ અને પરાક્રમમાં વધારો કરે, નવી નવી યોજનાઓ સાકાર કરવાનું મન તત્પર બને, ભાગ્યોદય માટે તક આવે, સપ્તાહનાં મધ્ય અને અંતમાં સારા પરિણામો મેળવી શકો.
બહેનો :- ધાર્મીક્તામાં વધારો થાય, અંતરમાં શાંતિ મળે, કુળદેવીના મંત્ર જપ અને ઉપાસના કરવી.

કર્ક :- બીજા સ્થાનમાં ચંદ્ર આવકમાં ખુબ જ સારો વધારો થાય, નવા નવા સ્થળોએ કરવા જવાનું અને પરિવારજનો સાથે રહેવાનું સૌભાગ્ય મળે તમારી મહેનત અને વાણીમાં નમ્રતા સપ્તાહમાં લાભકર્તા બને.
બહેનો :- માન સન્માન કીર્તિમાં વધારો થાય, કુટુંબમાં આનંદ રહે. ચંડીપાઠનાં અગિયારમાં અન્યાયનો પાઠ કરવો.

સિંહ :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ દરેક કાર્યમાં મજબુતાયથી આગળ વધારનાર શારીરિક રીતે તંદુરસ્ત અને હળવા રાખે, સપ્તાહના મધ્યમાં આવક વધે, અંતમાં નવી તક આવીને ઉભી રહે.
બહેનો :- પ્રસન્ન દામ્પત્ય જીવનનો આનંદ માણી શકો, દેવી અર્ગલા સ્ત્રોતનાં પાઠ કરવા

કન્યા :- બારમાં વ્યય ભુવનમાં ચંદ્રનું ભ્રમણ આવક કર્તા થોડી જાવક વધતા મન પર ભાર રહે, પરંતુ સપ્તાહના મધ્યમાં રાહતનો શ્વાસ લઇ શકો, સપ્તાહના અંત ખુબ સારા કાર્યનો સંતોષ મળે.
બહેનો :- ધીરજની કસોટી થાય, મુસાફરી કરવી પડે, ચંડીપાઠનાં પાંચમાં અધ્યાયનો પાઠ કરવો.

તુલા:- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ ખુબ જ સારા લાભ આપનાર સંતાન શિક્ષણ સ્નેહના સંબંધો દરેક કાર્યમાં સરળતા અને પ્રસન્નતા રહે સપ્તાહના મધ્ય ભાગમાં અચાનક ખર્ચ વધે અંતમાં સારું રહે.
બહેનો :- અચાનક નવા અને જુના મિત્રો સહેલીઓને મળવાનું થાય, નવાર્ણ મંત્રના જપનું અનુષ્ઠાન કરવું.

વૃશ્ચિક :- દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ ધંધા રોજગાર ક્ષેત્રે સારી આવક રહે, માતાપિતા તરફથી સુંદર સહયોગ મળે, રાજકીય ક્ષેત્રના સંબંધો વધુ મજબુત બને, સપ્તાહના મધ્યમાં લાભ ની તક આવી જાય, મુસાફરી રહે.
બહેનો :- નોક્સ્રિયાત વર્ગ માટે બદલી બઢતીના ચાન્સ વધે, ગાયત્રીમંત્રના જપ
અનુષ્ઠાન કરવા.

ધન :- ભાગ્યસ્થાન માંચંદ્રનું ભ્રમણ આપનેભાગ્યોદય ની ઉત્તમ તક લાવે.ધાર્મિકકાર્ય અનેઆયોજનમાં અગ્રેસર રહેવાનુ થાય.ધંધા ઊધ્યોગક્ષેત્ર માં આવક વધતાં રાહત. સપ્તાહના અંત માં મિત્રો થી લાભ રહે
બહેનો :-ધાર્મિક,સામાજિક,સેવાકીય પ્રવૃતિઓ વેગવાન બને,દેવી ચરિત્ર-ચંડી પાઠ કરવા.

મકર :- આઠમા સ્થાનમાં ચંદ્ર નું ભ્રમણ,દરેક જગ્યાએ વાદ-વિવાદ થી દૂર રહેશો તો સારું રહેશે.બિનજરૂરી કોઈ સાથે વિવાદ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું.સપ્તાહ ન મધ્ય અને અંત માં સારા પરિણામો મળે
બહેનો :- વાહન ચલાવવામાં ધીરજ અને એકાગ્રતા રાખવી,દેવી કીલક સ્ત્રોત ના પાઠ કરવા.

કુંભ :- સાતમા સ્થાનમા ચંદ્ર માનસિક શાંતિ આપનાર અને ભાગીદારી કે દાંપત્ય જીવનમાં મનમેળ વધારનાર બને મન પફુલ્લિત રહે મધ્યમાં થોડી શાંતિ રાખવી સપ્તાહના અંત દૂર દેશથી આપના માટે શુભ સમાચાર આવે
બહેનો :- લગ્ન ઈચ્છુકો માટે સારા સમાચાર આનદ આવે, શ્રી સુકતમના પાઠ કરવા

મીન :- છ્ટ્ઠા સ્થાનમાં ચંદ્ર આપણે કોર્ટ કચેરી કે અન્ય સ્નેહીજનો ના કાર્યમાં વ્યસ્ત રખાવે છુપા શત્રુઓની ચાલ નિષ્ફળ થતાં તમારો વિજય સરળ બને સપ્તાહના મધ્યમાં અગત્યના નિર્ણયો લેવા અંતમાં શાંતિ રાખવી
બહેનો :- આરોગ્યની નાની મોટી ફરિયાદ રહે શરીર સાચવવું,સિધ્ધ કુજિકા સ્તોત્રના પાઠ કરવા

વાસ્તુ :-મગળવારના દિવસે પ્રવાસ વખતે ઉતર દિશા તરફ ચાલવું ગોળનું દાન અને ગોળ ચાખી અગારક સ્તોત્ર કે મગળ ગાયત્રીનો જપ કરી નીકળવું
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386

Follow Me:

Related Posts