ધારી તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલગ્રામ ખાતે મંગલેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં માં સરસ્વતી દેવીના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધારી તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલગ્રામ ખાતે મંગલેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં માં સરસ્વતી દેવીના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞનો મુખ્ય હેતુ માં સરસ્વતી વિદ્યાની દેવી વર્તમાન સરકારને સદબુધ્ધિ આપે અને વિદ્યા વેચાણ બંધ કરે તેવી પ્રાર્થના અને આહુતિ આપવામાં આવી હતી. આ યજ્ઞમાં તાલુકા પ્રમુખ જીતુ ગજેરા, બગસરા તાલુકા પ્રમુખ કમલેશભાઈ બાજરીયા, તાલુકા ઉપપ્રમુખ, ધારી તાલુકા સહમંત્રી પિયુષભાઈ ડાવરા, રાહુલભાઈ સાવલિયા, મોણવેલનાં દિનેશભાઈ તેમજ મોણવેલ ગામ ની ટીમ તેમજ વિનુભાઈ મકવાણા અને ગોપાલગ્રામ ગામના રહેવાસી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments