અમરેલી

૧૯ માર્ચના યોજાનાર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મોકૂફ

જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તા.૧૯/૦૩/૨૦૨૨ને શનિવારના રોજ યોજાનાર હતી. પરંતુ સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર મુજબ સંસદનું તથા વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે જે મિટીંગમાં સંસદસભ્યશ્રીઓ તથા વિધાનસભ્યશ્રીઓએ હાજરી આપવાની હોય તેવી મિટીંગ બોલાવવાની હોતી નથી. જેને ઘ્યાને લેતા હાલ ચૌદમી ગુજરાત વિધાનસભાનું દસમું સત્ર ચાલુ હોય જેથી ધારાસભ્યશ્રીઓ હાજર રહી શકે તેમ ન હોવાથી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની તા.૧૯/૦૩/૨૦૨૨ને શનિવારના રોજ યોજાનાર બેઠક મોફૂફ રાખવામાં આવે છે.

Related Posts