અમરેલી

સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણી સંદર્ભે ‘સહકાર સત્કાર સમારોહ’ યોજાયો: વિજેતા ઉમેદવારોનું સન્માન અને સંતોના આશીર્વચન

આજ રોજ લોહાણા વિધાર્થી ભવન સાવરકુંડલા ખાતે સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી સંદર્ભે એક વિશેષ “સહકાર સત્કાર સમારોહ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વેપારી બેંક પેનલ તમામ સભ્યો અને ડિરેક્ટરશ્રીઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તથા ઉપસ્થિત સંતો-મહંતો દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં પૂજ્ય ગોવિંદરામ બાપુ, પૂજ્ય શંભુગીરી બાપુ, પૂજ્ય ઘનશ્યામબાપુ તેમજ પૂજ્ય કરશનબાપુ સહિતના પવિત્ર સંતો-મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત સૌને પોતાના આશીર્વચનથી ધન્ય કર્યા હતા.

આ સત્કાર સમારોહમાં મુખ્ય અગ્રણીઓ તરીકે:

 * શ્રી પ્રતાપભાઈ દુધાત (પ્રમુખશ્રી, અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ) * શ્રી ચંદ્રેશભાઈ રવાણી (મંત્રીશ્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ) * શ્રી દાનુબાપુ ખુમાણ (વાઇસ ચેરમેનશ્રી, ગુજરાત પ્રદેશ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન) તેમજ સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી હસુભાઈ સૂચક, કોંગ્રેસ અગ્રણી મહેશભાઈ જયાણી, કોંગ્રેસ અગ્રણીતેમજ વિજયભાઈ ડોડીયા (કનુભાઈ ) કોંગ્રેસ અગ્રણી ઓ દ્વારા બેંક ડિરેક્ટર કિરીટભાઈ દવે, હિતેશભાઈ સરૈયા, અને જીગ્નેશભાઈ ભરાડ, તથા તમામ પેનલ લડેલા ઉમેદવારોનું સન્માન કરવામાં આવેલ હતું 

આ ઉપરાંત નાસીરભાઈ ચૌહાણ, રાજેભાઈ ચૌહાણ, સદસ્ય નગરપાલિકા ધર્મેન્દ્રભાઈ મહેતા, સદસ્ય નગરપાલિકા ફારૂકભાઈ કાદરી, કોંગ્રેસ અગ્રણી ટી. ભાઈ મલેક,સદસ્ય નગરપાલિકા પરીક્ષિતભાઈ શિયાળ, કોંગ્રેસ અગ્રણી અશોકભાઈ ખુમાણ, સદસ્ય નગરપાલિકા ભાવેશભાઈ કમલભાઈ દવે સદસ્ય નગરપાલિકા રાજેભાઈ ચૌહાણ સદસ્ય નગરપાલિકા બગડા, કોંગ્રેસ અગ્રણી ઓસાભાઈ પઠાણ, કોંગ્રેસ અગ્રણી હાર્દિકભાઈ કાનાણી,કોંગ્રેસ અગ્રણી વિરલભાઈ રાઠોડ, કોંગ્રેસ અગ્રણી હસુભાઈ બગડા કોંગ્રેસ અગ્રણી શિવરાજભાઈ ખુમાણ, સદસ્ય તાલુકા પંચાયત અશ્વિનભાઈ ધામેલીયા,કોંગ્રેસ અગ્રણી ભાવેશભાઈ ચૌહાણ સદસ્ય તાલુકા પંચાયત જસુભાઇ ખુમાણ, કોંગ્રેસ અગ્રણી તેમજ સાવરકુંડલા શહેર અને તાલુકાના વિવિધ હોદ્દેદારો, કાર્યકરો અને મહિલા કોંગ્રેસ પાંખના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન હાજર તમામ મહાનુભાવોએ પ્રસંગોચિત સંબોધન કરી વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા અને બેંકના ઉત્તરોત્તર વિકાસ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

Related Posts