અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ સદ્દભાવના ગ્રુપના ગણપતિ મહોત્સવમાં આસ્થા અને સેવાનો ત્રિવેણી સંગમ

સાવરકુંડલા શહેરમાં આવેલ સદ્દભાવના ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવમાં ધાર્મિક આસ્થા અને સામાજિક સેવાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. મહોત્સવ દરમિયાન તૈયાર કરાયેલી ૨૦૦ ફૂટ લાંબી બરફની ગુફામાં અમરનાથ દર્શનનો લાભ લેવા સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાંથી હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા.

​આ ઉત્સવ સાથે ગ્રુપ દ્વારા યોજાયેલા મહા રક્તદાન કેમ્પમાં ઉત્સાહી રક્તદાતાઓના સહયોગથી ૨૮૩ બોટલ રક્ત એકત્રિત થયું હતું. આ ઉપરાંત, જાહેર જનતાના સ્વાસ્થ્ય માટે વિનામૂલ્યે ‘ફૂલ બોડી ચેકઅપ કેમ્પ’નું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ સ્વાસ્થ્ય તપાસ કરાવી હતી. ધાર્મિકતા સાથે માનવ સેવાનો ઉમદા સંદેશ આપતા આ આયોજનને સમગ્ર પંથકની જનતા તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો.

Related Posts