રાષ્ટ્રીય

ઉનાળાની ગરમીમાં બાળકને Energetic રાખવા ખવડાવો આ વસ્તુઓ, લૂ પણ નહિં લાગે

ઉનાળાની ગરમીમાં બાળકોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે કાળઝાળ ગરમીમાં બાળકોનું ધ્યાન રાખતા નથી તો બીજી અનેક ઘણી તકલીફો થઇ શકે છે. ગરમીને કારણે બાળકોનું એનર્જી લેવલ ઘટી જાય છે જેના કારણે એમની ઇમ્યુનિટી તરત ડાઉન થઇ જાય છે. આમ, જો તમે પણ બાળકોને સવારે સ્કૂલે મોકલો અને પછી ઘરે આવે ત્યારથી લઇને અનેક ઘણું ધ્યાન રાખો છો તો એની હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. ગરમીને કારણે બાળકો ઝડપથી થાકી જાય છે જેના કારણે એમને ડિહાઇડ્રેશનની સમસ્યા વધારે થવા લાગે છે. તો જાણી લો તમે પણ ગરમીમાં બાળકોની એનર્જી બની રહે એ માટે ખાસ શું ધ્યાન રાખશો.

નાળિયેર પાણી

તમારા બાળકને રોજ એક નાળિયેર પાણી પીવડાવો. નાળિયેર પાણીમાં પોટેશિયમ, ઇલેક્ટ્રોલાઇટ્સ અને બીજા અનેક પોષક તત્વો હોય છે જે શરીરને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે જેના કારણે બાળકમાં એનર્જી બની રહે છે.

ડુંગળી

જો તમે તમારા બાળકને કાચી ડુંગળી ખવડાવો છો તો એને ગરમી ઓછી લાગે છે અને ગરમીમાં લૂ પણ લાગતી નથી. અનેક બાળકોને કાચી ડુંગળી ખાવી ગમતી હોતી નથી. આમ, જો તમારા બાળકને કાચી ડુંગળી ના ભાવતી હોય તો તમે પરાઠાં બનાવીને પણ ખવડાવી શકો છો.

દહીં

ગરમીમાં તમારા બાળકને અચુક દહીં ખવડાવો. દહીમાં પ્રોબાયોટિક્સ હોય છે જે પાચન ક્રિયાને સરળ બનાવે છે. આ માટે તમે તમારા બાળકને ગરમીમાં રોજ દહીં આપો. દહીં તમારા શરીરને અંદરથી ઠંડુ કરવાનું કામ કરે છે. આ સાથે જ દહીમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે જે બાળકની હેલ્થ માટે પ્લસ પોઇન્ટ છે.

તરબૂચ

બાળકને ઉનાળામાં અઠવાડિયામાં 3 વાર તરબૂચ ખવડાવો. તરબૂચમાં ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે જે ડિહાઇડ્રેશનની સમસ્યાથી બચાવવાનું કામ કરે છે.   

Related Posts