’વિકસિત ભારત 2047′ અભિયાન અંતર્ગત આયોજિત તાલુકા કક્ષાની ઉચ્ચતર માધ્યમિક વિભાગની વક્તૃત્વ સ્પર્ધામાં શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ, સાવરકુંડલાની વિદ્યાર્થીની દુધાત ક્રિષ્ના વિપુલભાઈએ સમગ્ર તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળા તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે.
ક્રિષ્નાએ વિકસિત ભારતના સ્વપ્ન, યુવાનોની ભૂમિકા અને રાષ્ટ્રીય વિકાસ જેવા વિષયો પર પ્રભાવશાળી રજૂઆત કરી નિર્ણાયકોને મંત્રમુગ્ધ કર્યા હતા. હવે તે અમરેલી જિલ્લા કક્ષાએ સાવરકુંડલા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.
આ સફળતા બદલ નૂતન કેળવણી મંડળના પ્રમુખશ્રી ચંદ્રિકાબેન કામદાર, ઉપપ્રમુખશ્રી કનુભાઈ ગેડિયા, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી મુકુંદભાઈ નાગ્રેચા, શાળાના આચાર્યાશ્રી ઉષાબેન તેરૈયા, સુપરવાઈઝર નીતાબેન ત્રિવેદી તથા સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીનીને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
















Recent Comments