અમરેલી

ખેલ મહાકુંભ ૨૦૨૬: સાવરકુંડલા ગુરુકુલના વિદ્યાર્થીઓએ ચેસ સ્પર્ધામાં ત્રણેય ક્રમાંક પ્રાપ્ત કરી ડંકો વગાડ્યો

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર અંતર્ગત જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર, અમરેલી દ્વારા આયોજિત ‘ખેલ મહાકુંભ ૨૦૨૬’માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાવરકુંડલાના સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓએ અન્ડર-૧૭ ચેસ સ્પર્ધામાં અદ્ભુત પ્રદર્શન કરીને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ હાસિલ કરી છે.

​તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં સાવરકુંડલા ગુરુકુલના વિદ્યાર્થીઓએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય – ત્રણેય ટોચના ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે:

​પ્રથમ ક્રમાંક: ત્રિવેદી અનામિકા ટી.

​દ્વિતીય ક્રમાંક: ઉપાધ્યાય દેવાંગ વી.

​તૃતીય ક્રમાંક: રાવલ વિરાજ વી.

​આ ઝળહળતી સિદ્ધિ બદલ સંસ્થાના પૂજ્ય સંતો, પૂજ્ય કોઠારી શ્રી અક્ષરમુક્તદાસજી સ્વામીજી તેમજ નિયામકશ્રી અને આચાર્યશ્રી દ્વારા તમામ વિજેતા વિદ્યાર્થીઓને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સાથે જ, આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ તેઓ આવું જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા તથા તાલુકાનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી છે.

Related Posts