મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ સાવરકુંડલાના આંખની હોસ્પિટલ વિસ્તાર સ્થિત આંગણવાડી કેન્દ્ર (કોડ નં. ૪૩) ખાતે આજરોજ ‘આંગણ ઉત્સવ’ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાઈ ગયો.
આ પ્રસંગે સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નં. ૫ના સદસ્ય શ્રીમતી જયશ્રીબેન ભરાડ, મહિલા મોરચાના ચિત્રોડાબેન, પત્રકાર બિપીનભાઈ પાંધી, સુપરવાઈઝર યાજ્ઞિકભાઈ વ્યાસ, અરુલતાબેન જાની, આંગણવાડી કાર્યકર કાજલબેન ધર્મેશકુમાર પંડ્યા તેમજ મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં નાના ભૂલકાઓએ મહેમાનોનું કંકુ-ચોખાથી તિલક કરીને ભાવભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.સ્વાગત પ્રવચન યાજ્ઞિકભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું
આ તકે આમંત્રિત મહેમાનોએ આંગણવાડીની વિવિધ શૈક્ષણિક અને રચનાત્મક પ્રવૃત્તિઓની સરાહના કરી હતી. તેમણે વાલીઓને બાળકોને પૌષ્ટિક આહાર આપવા, પ્રાકૃતિક રમતો રમાડવા અને મોબાઈલ જેવા દૂષણોથી દૂર રાખવા વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. અંતમાં ભૂલકાઓએ ઉત્સાહપૂર્વક રંગપૂરણી પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ આહલાદક અને સફળ રહ્યો હતો.
કાર્યક્રમના અંતે આભારવિધિ આંગણવાડી કાર્યકર કાજલબેન પંડ્યા દ્વારા કરવામાં આવી હતી
એકંદરે કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો
















Recent Comments