વડોદરાના રાવપુરામાં બે કોમ વચ્ચે જૂથ અથડામણ થઈ
વડોદરાના રાવપુરા વિસ્તારમાં બે કોમના જૂથ વચ્ચે અથડામણ થઈ છે. બે બાઇક વચ્ચે થયેલ અકસ્માત બાદ જૂથ અથડામણ થઈ હતી. એક કોમના ટોળાએ કોઠીપોળની સાંઈબાબાની મૂર્તિ ખંડિત કરી હતી. ત્યાર બાદ તલવારધારી ટોળાએ ભારે પથ્થરમારો કર્યો. ૧૦ થી વધુ વાહનો અને લારીઓમાં તોડફોડ કરી હતી જેમા ૪ વ્યક્તિને ઈજા પહોંચી હતી. પોલીસે રાત્રે જ સાંઈબાબાની નવી મૂર્તિની સ્થાપના કરાવી હતી. ઘટનાની ગંભીરતાને જાેતા પોલીસ કમિશનર સહિતના કાફલાએ વિસ્તાર કોર્ડન કરી મામલો શાંત પાડયો હતો. રાવપુરા ટાવર રોડ પર ૪૦૦ થી ૫૦૦ લોકો ધસી આવ્યા હોવાની વાત સામે આવી છે. આ ઉપરાંત વાહનચાલકોને રોકી રોકીને માર્યા હોવાની માહિતી મળી છે.વડોદરાના રાવપુરાના કોઠી પોડ પાસેના રાવળ મહોલ્લા ખાતે પથ્થરમારો થયો છે. આ મામલે ૨૨ લોકોની અટકાયત કરવામાં આવી છે. પથ્થરમારાની સાતે સાથે રીક્ષા, બાઇક, લારીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. પરિસ્થિતિ વધુ ઉગ્ર ન બને તે માટે હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે. આ ઉપરાંત અનેક સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પથ્થરમારાની ઘટના બાદ લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ અંગે સ્થાનિક લોકોએ કહ્યું કે, રાત્રે લાકડીઓ, પાઇપો, તલવાર લઈને લોકો આવ્યા હતા.
Recent Comments