અમરેલી

અમરેલી: નેત્રમની મદદથી ચોરીના ગુનામાં આરોપીને પકડી પાડતી ચલાલા પોલીસની ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.પી. અશોક કુમાર યાદવ સાહેબ નાઓએની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિહં સાહેબનાઓની સુચના તથા I/C નાયબ પોલીસ અધિક્ષક સાહેબ એ.જી.ગોહિલ સાવરકુંડલા વિભાગ, સાવરકુંડલાના માર્ગદર્શન હેઠળ ચલાલા પો.સ.ઇ ડી.બી.ચૌધરી તથા હેડ.કોન્સ બી.આર.ધાધલ તથા હેઙ.કોન્સ આઇ.જી.કાલીયા તથા એ.એસ.આઇ જે.જે બોરીસાગર તથા પો.કોન્સ અનિરૂધ્ધભાઇ માંજરીયા તથા  પો.કોન્સ રોહિતભાઇ રાખોલીયા  તથા ‘‘ નેત્રમ ‘‘ કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના પોલીસ સ્ટાફના સંકલનમાં રહી ચલાલા પો.સ્ટે એ પાર્ટ ગુ.રુનં.૧૧૧૯૩૦૧૩૨૨૦૩૩૫/૨૦૨૨ આઇ.પી.સી કલમ -*૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ ના ગુન્હાના ફરીના ધરમા આરોપીએ વંડી ટપીને ગે.કા પ્રવેશ કરી રૂમમા રાખેલ સોનાના  ધરેણાઓ  જેમા (૧) સોનાનો હાર એક  (૨) સોનાની બુટી એક જોડ (૩) સોનોના ચેન ત્રણ (૪) સોનોના વીંટી ત્રણ (૫) સોનાના પેન્ડલ બે જે બધા ધરેણાનુ વજન ૮૦ ગ્રામ જેની કિ.રૂ.૩,૬૭,૮૦૦ ની ચોરી કરેલ હોય.

                     જે કામે આરોપીના સી.સી.ટી.વી. ફુટેઝ અત્રે ‘‘ નેત્રમ ‘‘ કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે જોવા આવતા ‘‘ નેત્રમ ‘‘ કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના પોલીસ સ્ટાફના સંકલનમાં રહી ચલાલા પોલીસ સ્ટેશન ખાતે બનેલ બનાવમાં મોટર સાઇકલ લઇને ફરીયાદીના ધરની આજુબાજુની શેરીઓમા શંકાસ્પદ રીતે એક ઇસમ આંટાફેરા મારતો હોય તેવા ફુટેઝ આધારે તેનેટ્રેક કરતા કરતા આરોપી જે  મોટર સાઇકલ લઇ ગયેલ હોય તે આઇ.સ્માર્ટ હીરો કંપનીનુ રજી.નંબર GJ-14-AF-9954 નુ હોવાનુ કમાન્ડ કંટ્રોલ અમરેલીના કેમેરામા જણાઇ આવતા જે મોટર સાઇકલના રજી.નંબર આધારે ચલાલા પોલીસ ટીમ દ્વારા તપાસ કરતા આરોપી વિશાલભાઇ વલ્લભભાઇ ગોંડલીયા રહે.દામનગર હાલ. ધામેલ ગામે તા.લાઠી જી.અમરેલીવાળુ હોવાનુ જણાતા આરોપીને સધન પુછપરછ કરતા આરોપી એ ગુન્હા કર્યાનુ કબુલ કરી ચોરી કરેલ મુદ્દામાલ કાઢી આપતા આરોપીને અટક કરી સોનાના ધરેણા કિ.રૂ.૩,૬૭,૮૦૦/- નો મુદ્દામાલ આરોપી પાસેથી કબ્જે કરવામા  આવેલ છે.

ગુન્હામાં પકડાયેલ આરોપીની વિગતઃ-

વિશાલભાઇ વલ્લભભાઇ ગોંડલીયા રહે.દામનગર હાલ. ધામેલ ગામે તા.લાઠી જી.અમરેલી

             આમ ‘‘ નેત્રમ ‘‘ કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલી પોલીસ સ્ટાફ તથા ચલાલા પોલીસ સ્ટાફ દ્વારા સંકલનમાં રહી  તાત્કાલીક અસરકારક કામગીરી કરી ઘરફોડ ચોરીના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાકડી પાડવામાં આવેલ છે.

Related Posts