દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પંથકમાં એસ.ઓ.જી પોલીસે નકલી ડ્રાઇવિંગ લાઇસન્સનો રેકેટ પકડી પાડ્યું છે મીઠાપુર પોલીસે ચાર શખસો સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. આ ચારેય આરોપીઓએ બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી ખોટી સહીઓ કરી સરકાર સાથે ઠગાઇ કરવાના ઈરાદે લાયસન્સનો ખરા તરીકે ઉપયોગ કરવો હોવાનું સામે આવ્યું છે પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઓખામંડળમાં આવેલા મીઠાપુર આરંભળા ગામે આંખની હોસ્પિટલ પાસેના રોડ પરથી ગઈકાલે એસ.ઓ.જી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી એસ.ઓ.જી પોલીસે ચોક્કસ હકીકતના આધારે કોન્ટ્રાક્ટર તરીકેનો વ્યવસાય કરતા આરંભડા ગામમાં રહેતા એજ ભાઇ હાસમભાઇ સંઘાર તેમજ ભીમરાણા ગામે રહેતા ખીમાભાઈ મેપાભાઇ વારસા કિયા તેમજ સલાયા ગામે ખ્વાજા નગરમાં રહેતા અલી આદમ ભગાડ અને દાઉદ ઈસાક નામના ચાર શખ્સને આંતરી લીધા હતા.
આ ચારેય શખ્સોના કબજામાંથી બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ મળી આવ્યા હતા. આ તમામ આરોપીઓએ પોતાના બનાવટી ખોટા ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી, કોઈપણ રાજ્ય સેવક તેની ફરજ દરમિયાન ડ્રાઇવિંગ લાઇસન્સ ની માંગણી કરે તો તેની સાથે ઠગાઇ કરવાના ઈરાદે ખોટા ડ્રાઇવિંગ લાઇસન્સ ને ખરા તરીકે ઉપયોગ કરી, તે ખોટા હોવાનું જાણવા છતાં પણ ખરા તરીકેનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ચારેય કબજામાંથી ડ્રાઇવિંગ લાઇસન્સ કબજે કરી, ખોટી ડિજિટલ ઇલેક્ટ્રોનિક સહી કરી બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા સબબ ફરિયાદ નોંધી.
આ રેકેટ ના મૂળ સુધી પહોંચવા માટે તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે, બોગસ લાયસન્સ નું રેકેટ સામે આવતા જિલ્લાભરમા ચકચાર મચી જવા પામી છે.
Recent Comments