પાલીતાણા તાલુકાના વાળુકડ ખાતે સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત ટેક
હોમ રાશન તથા મિલેટ (શ્રી અન્ન)માંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ
વાનગી સ્પર્ધા થકી મિલેટ તથા ટેક હોમ રાશનના પૌષ્ટિક ઉપયોગ અંગે જાગૃતિ કેળવવાનો પ્રયાસ
કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પાલીતાણા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયાએ ઉપસ્થિત રહી બાળ પોષણ અને
આરોગ્ય સાથે મિલેટ આધારિત પૌષ્ટિક આહારના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી શિવાભાઈ ચૌહાણ, શ્રી ગોપાલભાઈ વાઘેલા, નાયબ કલેક્ટર શ્રી
મિશ્રા, શ્રી રાજપાલસિંહ સરવૈયા, મોખડકા સહિત મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
પાલીતાણાના વાળુકડ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ

















Recent Comments