અમરેલી જિલ્લાની તમામ હોટેલ, તમામ ગેસ્ટ હાઉસે, હોટેલમાં રોકાણ કરનાર તમામ ગ્રાહક/મુસાફરોની માહિતી ‘PATHIK’ (પ્રોગ્રામ ફોર એનાલિસિસ ઓફ ટ્રાવેલર્સ એન્ડ હોટેલ ઇનફોર્મેશન) ઓનલાઈન પોર્ટલમાં ડેટા એન્ટ્રી માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સોફ્ટવેર સાથે રજીસ્ટર થયેલ હોટેલ ધારક જ ક્રાઈમ બ્રાંચ ખાતેથી આપવામાં આવેલ યુઝરનેમ,પાસવર્ડ દ્વારા એન્ટ્રી કરી શકશે. સોફ્ટવેર હોટેલમાં ઇન્સ્ટોલ કરવા માટે જે-તે સ્થળ પર જવાની જરુર નથી, પરંતુ મુખ્ય કાર્યાલય દ્વારા જે-તે હોટલની રજીસ્ટ્રેશન લગત માહિતી સર્વરમાં સ્ટોર કર્યા બાદ યુઝરનેમ અને પાસવર્ડ આપતા હોટેલ આ સિસ્ટમ સાથે જોડાઈ જાય છે.
રોકાણ કરનાર ગ્રાહકની તમામ માહિતી પોલીસને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ થાય છે. સાંપ્રત સમયમાં બનતા ગુન્હા તથા આતંકવાદ જેવી ઘટનાઓ અટકાવવા તેમજ આકસ્મિક સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લામાં પથિક પોર્ટલની અમલવારી આવશ્યક છે. સોફ્ટવેરમાં ડેટા એન્ટ્રી માટે બહુમાળી ભવન,એ બ્લોક, પ્રથમ માળ, રુમ નં.૧૦૨,એસ.ઓ.જી. શાખા ખાતેથી હોટેલ, ગેસ્ટહાઉસ માલિકે હોટલની વિગતો રજૂ કરી યુઝર આઈ.ડી-પાસવર્ડ દિન-૧૦માં મેળવી લેવા. આ જાહેરનામું તા.૨૭-૦૯-૨૦૨૨ સુધી અમલી રહેશે. જાહેરનામાના ભંગ કરનાર વિરુદ્ધ કલમ-૧૮૮ની જોગવાઈ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Recent Comments