ગારીયાધારના છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-05-at-5.57.40-PM-960x620.jpeg)
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગંભીર ગુનાઓ કરી , નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં તથા બહારના જિલ્લાઓમાં ગુનાઓ આચરી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા અમરેલી જિલ્લામાં રહેતા આવા નાસતા ફરતાં આરોપીઓ ઉપર વોચ રાખી , પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ .
અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી વી . બી . દેસાઇ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ગારીયાધાર પોલીસ સ્ટેશન ગુ.ર.નં .૧૧૧૯૮૦૧૯૨૨૦૪૨૫ / ૨૦૨૨ , ઇ.પી.કો. કલમ ૪૨૦ , ૧૨૦ બી મુજબના કામનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય , મજકુર આરોપીને ગઇ કાલ તા .૦૩ / ૦૯ / ૨૦૨૨ ના રોજ અમરેલીમાંથી પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવા તજવીજ કરેલ છે .
પકડાયેલ આરોપીની વિગત : દિનેશભાઇ ઉર્ફે ઘુધાભાઇ કથડભાઇ કાછડ , ઉ.વ .૩૬ , રહે.ખેરાળી ( ગોવિંદડી ) , તા.રાજુલા , જિ.અમરેલી .
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી વી.બી.દેસાઇ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .
Recent Comments