અમરેલી

શ્રી એચ. એન. વિરાણી હાઇસ્કૂલ, બાઢડા ખાતે ‘નશાબંધી સપ્તાહ’ની ઉજવણી: “જીવનમાં કંઈક બનવાનો નશો કરો” – ડી.વાય.એસ.પી. એન.બી. ગોરડિયા

નશામુક્ત ભારત અને ગુજરાતના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે નશાબંધી અને આબકારી ખાતું, અમરેલીના ઉપક્રમે શ્રી એચ. એન. વિરાણી હાઇસ્કૂલ, બાઢડા ખાતે ‘નશાબંધી સપ્તાહ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

​દીપ પ્રાગટ્ય અને આચાર્ય ડૉ. મધુર પી. બગડાના સ્વાગત પ્રવચન બાદ મુખ્ય અતિથિ અમરેલી ડી.વાય.એસ.પી. શ્રી એન.બી. ગોરડિયાએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, “નશો કરવો જ હોય તો જીવનમાં કંઈક બની બતાવવાનો કરો.” તેમણે નશાથી થતા શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક નુકસાન અંગે ગહન માર્ગદર્શન આપ્યું હતું.

​આ પ્રસંગે વિદ્યાર્થીઓએ નશામુક્તિના શપથ લીધા હતા અને જાગૃતિ દર્શાવતા આકર્ષક પોસ્ટરો રજૂ કર્યા હતા. વિવિધ સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં એ.એલ. દવે (PSI), એસ.પી. ચૌહાણ (SOG), એ.આર. ચૌહાણ (SOG), જી.પી. સોલંકી (સમાજ સુરક્ષા) સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

​સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક શ્રી કમલેશભાઈ ભટ્ટીએ કર્યું હતું. “નશા છોડો, જીવન જોડો”ના નારા સાથે આયોજિત આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં નશામુક્ત સમાજ નિર્માણનો દ્રઢ સંકલ્પ જોવા મળ્યો હતો.

Related Posts