દામનગર પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા સંચાલિત નિઃશુલ્ક કન્યા છાત્રાલય ની 230 દીકરીઓનો ત્રણ દિવસીય સુરત પ્રવાસ દાતાશ્રી ઓની શુભેચ્છા મુલાકાત અને માર્ગદર્શન થી દિકરીઓને મળી નવી પ્રેરણા દામનગર પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલય–દામનગરની 230 દિકરી ઓનો ત્રણ દિવસીય સુરત પ્રવાસ યોજાયો હતો કેળવણી પ્રેમી ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી અને પૂજ્ય પી પી સ્વામી ની પાવન નિશ્રા માં કેળવણી રત્ન ઉદારદિલ દાતા ની સખાવત ની પૂજ્ય સંતો દ્વારા સરાહના પરમાર્થ ટ્રસ્ટ સુરત સંચાલિત સંપૂર્ણ નિઃશુલ્ક ઉચ્ચ અભ્યાસ કરતી દિકરીઓને શિક્ષણ, સંસ્કાર અને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન માટે યોજાયેલ
પ્રવાસ દરમિયાન દિકરી ઓએ કામરેજ ધોરણપારડી આશીર્વાદ માનવ મંદિર તેમજ વાત્સલ્યધામ તથા નીલકંઠધામની ગલતેશ્વર ધામ જમનાબા ભવન કેશુભાઈ પટેલ ઓડિટોરિયમમાં સ્ત્રી શક્તિ વંદના કાર્યક્રમમાં વિવિધ દાતાશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ગોપીન ફાર્મ શ્રી લવજીભાઈ બાદશાહ શ્રી ભરતભાઈ માંગુકિયાના નિવાસસ્થાને SRK ગ્રુપ ગોવિદભાઈ ધોળકિયા ગોધાણી સ્કૂલની જ્યાં દીકરોઓને નવરાત્રી માટે સેટ અર્પણ કરવામાં આવ્યા હતો નારોલા ફાર્મ ખાતે શ્રી જયંતીભાઈ નારોલા શ્રી દિનેશભાઈ નારોલા શ્રી ધીરૂભાઇ નારોલા ના નિવાસસ્થાનો ખાતે ભાવપૂર્વક ગીતા પાઠનું ગાન કરવામાં આવ્યું હતુ Rotary Club of Metro – Suratની ટીમ Euro Foodsની મુલાકાત લેવામાં આવી હતી શ્રી મનહરભાઈ સાંસપરા તથા દિનેશભાઇ સાંસપરા દ્વારા દિકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જ્યાં ગીતાના પાઠ કરાયા હતા રાજ્યસભાના સાંસદ શ્રીગોવિંદકાકા ધોળકિયાના ધોળકિયા ફાર્મ ખાતે પ્રેરણાદાયી માર્ગદર્શન મળ્યું અંકલેશ્વર ખાતે ખોડલધામ ટ્રસ્ટી શ્રીભરતભાઈ પટેલ-મંગલમ પરિવાર શ્રીપંકજભાઈ ભુવા તથા અંકલેશ્વર ખોડલધામ યુવા ટીમ દ્વારા ને ઉજવલ કારકિર્તી માટે શુભેચ્છા પાઠવી
દાતાશ્રીઓ અને મહાનુભાવોની શુભેચ્છા
આ સમગ્ર પ્રવાસ દરમિયાન શ્રીગોવિંદકાકા ધોળકિયા (રાજ્યસભાના સાંસદ) શ્રી મનહરભાઈ સાંસપરા (Euro Foods), શ્રી ઘનશ્યામભાઈ શંકર(શિવમ જેવલ્સ), શ્રીધીરુભાઈ નારોલા (Narola Diamond), શ્રી જયંતીભાઈ નારોલા (SRK Group), શ્રીદિનેશભાઈ નારોલા (SRK Group), શ્રી શ્રેયાંશભાઈ ધોળકિયા,(SRK Group), શ્રીદિપકભાઈ રાજ્યગુરુ, શ્રીલવજીભાઈ બાદશાહ (Gopin Group), શ્રીકેશુભાઈ ગોટી (Glostar Diamond), શ્રીમનજીભાઈ ધોળકિયા (Bhavani Gems), શ્રીઈશ્વરભાઈ ગોકળભાઈ પટેલ (શામપુરા), શ્રી ઈશ્વરભાઈ ધોળકિયા (Goldi Solar), પરમ પૂજ્ય શ્રી પી.પી. સ્વામી ડાંગ,પરમ પૂજ્ય શ્રી માર્ગીયસ્મિત સ્વામી વડોદરા, શ્રીકાનજીભાઈ ભાલાળા (પ્રમુખ – સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત), શ્રી સવજીભાઈ વેકરિયા (ઉપપ્રમુખ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત), શ્રીભરતભાઈ આંબાભાઈ નારોલા (રાધેશ્યામ ફેબ્રિક્સ), શ્રીકેયુરભાઈ ગજેરા (અભરામપરા), સહયોગ શક્તિ વેલ્ફેર ટ્રસ્ટની તમામ બહેનો, માં સરસ્વતી ગૌશાળા ધૂન મંડળ ટીમ Rotary Club of Metro – Suratની સમગ્ર ટીમ, ડૉ. ભાવિનભાઈ પટેલ, ડૉ. ભાવિનભાઈ ભુવા, શ્રીરમેશભાઈ સાવલિયા, શ્રીઆશિષભાઈ વી. બેલડિયા (GST Inspector – Surat) તથા શ્રીવિજયભાઈ માંગુકિયા સહિતના દાતાશ્રીઓ અને મહાનુભાવોના આશીર્વાદ, સ્નેહ અને માર્ગદર્શન પ્રાપ્ત થયા હતા.દાતાશ્રીઓ તથા સેવાભાવી પરિવારો દ્વારા દીકરીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. દીકરીઓ માટે કરવામાં આવેલી ભોજન, નાસ્તા તથા અન્ય વિવિધ વ્યવસ્થાઓ બદલ સંસ્થા દ્વારા સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ત્રણ દિવસનો આ પ્રવાસ દીકરીઓ માટે માત્ર પ્રવાસ ન રહેતા શિક્ષણ, સંસ્કાર, પ્રેરણા, આત્મીયતા અને જીવનમાં આગળ વધવાની નવી દિશા આપતો યાદગાર અનુભવ બની રહ્યો હતો.આ સમગ્ર પ્રવાસને સફળ અને યાદગાર બનાવવામાં પરમાર્થ ટ્રસ્ટની સમગ્ર ટીમ તથા નવજ્યોત શૈક્ષણિક સંકુલના સમગ્ર સ્ટાફનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. દિકરીઓની સુવિધા, સુરક્ષા, વ્યવસ્થા અને માર્ગદર્શન માટે સતત સાથે રહેલી સમગ્ર ટીમનો સંસ્થા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.


















Recent Comments