અમરેલી

ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના હસ્તે ડૉ. કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે સૌરાષ્ટ્રની પ્રથમ 7D વર્ચ્યુઅલ રિયાલિટી લેબનું ભવ્ય ઉદ્ઘાટન

અમરેલી ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીના હસ્તે ડૉ. કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે સૌરાષ્ટ્રની પ્રથમ 7D વર્ચ્યુઅલ રિયાલિટી લેબનું ભવ્ય ઉદ્ઘાટન 

નારણભાઈ કાછડિયા, અમરેલી ટીમ સહકારના  શ્રીમતી ગીતાબેન સંઘાણી, અશ્વિનભાઈ સાવલિયા, ડૉ. કલામ ઇનોવેટીવ સ્કૂલના જય કાથરોટિયા,

તા. 5 ઓક્ટોબર, 2026 ના રોજ 

ડૉ. કલામ ઇનોવેટીવ સ્કૂલ, અમરેલી ખાતે વિદ્યાર્થીઓને આધુનિક, ટેકનોલોજી આધારિત અને અનુભવાત્મક શિક્ષણ સાથે જોડવાના હેતુથી સૌરાષ્ટ્રની પ્રથમ 7D વર્ચ્યુઅલ રિયાલિટી (વર્ચ્યુઅલ રિયાલિટી) લેબનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ લેબનું ઉદ્ઘાટન ઇફકોના ચેરમેન તથા સહકારી ક્ષેત્રના અગ્રણી માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માનનીય દિલીપભાઈ સંઘાણીએ 7D વર્ચ્યુઅલ રિયાલિટી ચેરનો જાતે અનુભવ કરી તેની કાર્યપ્રણાલી તથા શૈક્ષણિક ઉપયોગિતા વિશે માહિતી મેળવી હતી. તેમણે વિદ્યાર્થીઓના શિક્ષણમાં ટેકનોલોજી અને નવીનતાના વધતા મહત્વને બિરદાવ્યું હતું.‘મેક ઇન ઇન્ડિયા’ની ભાવનાને અનુરૂપ તૈયાર કરવામાં આવેલી આ વર્ચ્યુઅલ રિયાલિટી ટેકનોલોજી વિદ્યાર્થીઓને પરંપરાગત શિક્ષણથી આગળ વધીને રોચક, જીવંત અને અનુભવ આધારિત શિક્ષણ મેળવવાની તક પૂરી પાડશે. વિજ્ઞાન, ટેકનોલોજી, ભૂગોળ, ઇતિહાસ, અવકાશ વિજ્ઞાન સહિતના વિવિધ વિષયોને વર્ચ્યુઅલ અનુભવ દ્વારા વધુ સરળતાથી સમજવામાં વિદ્યાર્થીઓને મદદ મળશે.

આ પ્રસંગે ડૉ. કલામ ઇનોવેટીવ સ્કૂલના જય કાથરોટિયા, અમરેલી ટીમ સહકારના નારણભાઈ કાછડિયા, શ્રીમતી ગીતાબેન સંઘાણી, અશ્વિનભાઈ સાવલિયા, જયંતીભાઈ પાનસુરિયા, દીપકભાઈ માલાણી, બાબુભાઈ સખવાળા, એમ. કે. સાવલિયા સહિતના મહાનુભાવો અને સહયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ. કલામ ઇનોવેટીવ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં ઇનોવેશન, ક્રિએટિવિટી, ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક અભિગમ વિકસે તે માટે સતત વિવિધ આધુનિક શૈક્ષણિક પહેલ કરવામાં આવી રહી છે. 7D VR લેબ પણ આ જ દિશામાં એક મહત્વપૂર્ણ અને આગવી પહેલ છે.

શાળાના આ પ્રયાસથી અમરેલી તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય ટેકનોલોજીનો શૈક્ષણિક અનુભવ સ્થાનિક સ્તરે જ પ્રાપ્ત થશે અને “જોવું નહીં, પરંતુ અનુભવવું અને શીખવું” જેવી નવી શિક્ષણ પદ્ધતિને વેગ મળશે.ડૉ. કલામ ઇનોવેટીવ સ્કૂલ – અમરેલી માટે આ અવસર નવીન શિક્ષણ અને ટેકનોલોજીના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બન્યો છે.

Related Posts