બોલિવુડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા જલદી જ અલી ફઝલ સાથે લગ્ન કરવા જઈ રહી છે, આ સમયે કપલના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. રિચા અને અલીના લગ્નના પ્રી-વેડિંગ ફંક્શન્સ સપ્ટેમ્બરના અંતમાં શરૂ થઇ જશે. રિચા પોતાના લગ્નમાં દુલ્હનની જેમ તૈયાર થવાની પ્લાનિંગ કરી રહી છે, જેના માટે જ્વેલરી ખાસ રીતે તૈયાર કરવામાં આવી રહી છે.
ખાસ રહેશે રિચા ચઢ્ઢાના ઘરેણા
રિચા ચઢ્ઢા અને અલી ફઝલના પ્રી-વેડિંગ ફંક્શન્સ દિલ્હીમાં થશે. દિલ્હીમાં થનારા ફંક્શન્સ માટે ઘરેણા બિકાનેરનો એક 175 વર્ષ જુનો ખજાંચી જ્વેલર પરિવાર તૈયાર કરી રહ્યો છે, એ દુલ્હનના ઘરેણા બનાવવા માટે ફેમસ છે.
ખજાંચી પરિવાર જ્વેલર્સમાં એક સન્માનિત પરિવાર છે, જે પોતાના વિરાસત કારીગરી માટે જાણીતા છે, તે રિચા ચઢ્ઢાના લગ્ન માટે સિગ્નેચર પીસ ડીઝાઇન કરશે. ખજાંચી પરિવાર મોતી ચંદ ખજાંચીના વંશજ છે, જે રાજસ્થાનના સૌથી શરૂઆતના કળા સંગ્રહકર્તાઓમાંથી એક છે અને તેમના ઘરેણાના સંરક્ષકમાં બિકાનેરનો શાહી પરિવાર પણ શામેલ છે.
ક્યારે થશે કપલના લગ્ન?
રિચા ચઢ્ઢા અને અલી ફઝલના પ્રી-વેડિંગ ફંક્શન દિલ્હીમાં 30 સપ્ટેમ્બરથી શરૂ થઇ જશે, ત્યાર બાદ લગ્નના ફંક્શન્સ અંદાજે 3 દિવસ સુધી ચાલશે. કપલની મહેંદી અને સંગીત સેરેમની 1 ઓક્ટોમ્બરે થશે.
દિલ્હીમાં 3 દિવસના જશ્ન પછી રિચા ચઢ્ઢા અને અલી ફઝલ મુંબઈમાં અન્ય ફંક્શન્સ કરશે. એટલે કે, દિલ્હીમાં પ્રી-વેડિંગ ફંક્શન પછી રિચા ચઢ્ઢા અને અલી ફઝલ 6 ઓક્ટોમ્બરે મુંબઈમાં 7 ફેરા લઈને લગ્નના બંધનમાં બંધાઈ જશે. ત્યાર બાદ 7 ઓક્ટોમ્બરે બોલિવુડ ફેન્ડસ માટે કપલનું ગ્રેંડ રિસેપ્શન રહેશે.
રિચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્નના સમાચારથી ફેન્સ ખૂબ જ ખુશ છે. તે પોતાના ફેવરેટ કપલને દૂલ્હા-દુલ્હન બનતા જોવા માટે સુપર એક્સાઈટેડ છે. હવે દરેકને તે ક્ષણની પ્રતિક્ષા છે, જ્યારે રિચા ચઢ્ઢા અને અલી ફઝલ 7 ફેરા લઈને બેમાંથી એક બની જશે.
રિચા ચઢ્ઢા અને અલી ફઝલના લવ સ્ટોરીની વાત કરીએ, તો બંનેના વચ્ચે પ્રેમની શરૂઆત વર્ષ 2012મા આવેલી ફિલ્મ ‘ફુકરે’ના સેટ પરથી થઇ હતી, ત્યાર બાદ કપલ પોતાના અફેર લઈને હંમેશાં જ ચર્ચામાં રહ્યો છે. બંનેએ વર્ષ 2020મા પોતાના લગ્નની યોજના બનાવી હતી, પણ કોરોના મહામારીનાં કારણે લગ્ન કેન્સલ થઇ ગયા હતા.
Recent Comments