આજે પ્રથમ નોરતાને વરસાદે વધાવ્યું. લગભગ બપોરે એક વાગ્યા આસપાસ એક જોરદાર ઝાપટું વરસતાં શહેરમાં રસ્તા પર પાણી ફરી વળ્યા. જો કે ઘણા સમયથી તડકો અને સૂર્યનારાયણ પૂર્ણ સ્વરૂપે આકાશમાં પ્રકાશિત હતાં પરંતુ આજે હવામાનમા અચાનક બદલાવ આવતાં આકાશમાં કાળા વાદળો સવારથી જ છવાયેલા જોવા મળતાં હતા. આ વરસાદી વાતાવરણ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જો કે નોરતાના પ્રારંભે જ વરસાદ ખેલૈયાઓ માટે થોડી મુશ્કેલી ઉભી કરી શકે છે. જો કે સાંધ્ય સમયે – માતાજીની આરાધના સમયે વાતાવરણ સ્વચ્છ થાય તો ભાવિકો પણ માના નોરતા અને ગરબા રમી માતાજીને પ્રસન્ન કરી શકે.
પ્રથમ નવલા નોરતાને વરસાદના વધામણાં.. મેઘરાજાએ હેત ધરતી પર વરસાવ્યું.

Recent Comments