ગુજરાત

ખંભાત તાલુકાના નાના કલોદરામાં ૧૦ વર્ષથી દવાખાનુ ચલાવતું બોગસ તબીબ દંપતી ઝડપાયું

ખંભાત તાલુકાના નાના કલોદરામાં બોગસ સર્ટીના આધારે તબીબી પ્રેક્ટીસ કરતાં મૂળ રાજસ્થાનના દંપતીને ખંભાત પોલીસે ઝડપી પાડ્યા છે. હાલમાં પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. સમગ્ર બનાવની હકીકત એવી છે કે, ખંભાતની એક હોટલમાં કામ કરતાં યોગેશભાઈની બહેનને જંતુ કરડવાથી નાના કલોદરા સ્થિત જૂની પંચાયત પાસે આવેલા ડો. કુમાર શર્માના ક્લીનીકમાં લઈ ગયા હતા. જાેકે, તેમણે દવા આપવા છતાં પણ છથી આઠ કલાક સુધી તેણીને સારૂં ન થતાં તેમને બીજી હોસ્પિટલમાં ખસેડવા માટે કહ્યું હતું. જાેકે, યોગેશભાઈએ તેમની પાસે તેમણે કરેલી સારવારનું ડિસ્ક્રીપ્શન માંગતા જ આ બાબતે તેમની સાથે માથાકૂટ થઈ હતી.

બીજી તરફ આ મામલે ખંભાત પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તુરંત જ ખંભાતના મેડિકલ ઓફિસરને સાથે રાખીને તેમના ક્લીનીકમાં તપાસ કરી હતી. ત્યારે ઉમાશંકર રામભરોસી શર્મા અને તેના પત્ની રેખા બંને મળી આવ્યા હતા. તેમની પાસે ડિગ્રીની માંગ કરતાં તેમણે રજૂ કરેલી ડિગ્રી આધાર-પુરાવા હોવાનું ખૂલ્યું હતું. દરમિયાન તેમની સઘન પૂછપરછ કરતાં ઉમાશંકરે જ તેની અને તેની પત્નીની ડિગ્રી બનાવી હોવાનું જણાવ્યું હતું. રાજસ્થાનમાં એક તબીબને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કર્યા બાદ તે વર્ષ ૨૦૦૪માં ખંભાત આવી ગયો હતો. જ્યાં શરૂમાં પોતાના ઘરમાં મેડિકલ પ્રેક્ટીસ શરૂ કર્યા બાદ છેલ્લાં દસ વર્ષથી ઘરમાં જ ક્લીનીક બનાવી પ્રેક્ટીસ કરતો હોવાની કબુલાત કરી હતી.

Related Posts