ભાવનગર ગ્રામ્ય જિલ્લામાં પોષણ માસ-૨૦૨૬ અંતર્ગત પોષણ, આરોગ્ય અને સ્વચ્છતા અંગે જાગૃતિ
વધારવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં
યોજાતા મમતા સેશન દરમિયાન સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને આરોગ્ય, સ્વચ્છતા
તથા વિવિધ યોજનાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ આંગણવાડી કેન્દ્રોમાં
આપવામાં આવતા HCM નાસ્તાની ગુણવત્તાની પણ ચકાસણી કરવામાં આવી હતી.
કિશોરીઓના પોષણસ્તરમાં સુધારો લાવવાના હેતુથી તેમને પ્રોટીનયુક્ત ખાદ્યપદાર્થોના મહત્વ અને તેના
ફાયદા અંગે સમજ આપવામાં આવી હતી. ઉપરાંત, કિશોરીઓનું BMI માપન કરી તેમના પોષણસ્તર અંગે
જરૂરી જાણકારી મેળવવામાં આવી હતી, જેથી જરૂરિયાત મુજબ યોગ્ય માર્ગદર્શન આપી શકાય.
આ ઉપરાંત, AMCના સભ્યોને સાથે રાખીને આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી. આ
દરમિયાન પીવાના પાણીની સ્વચ્છતા, HCM નાસ્તાની ગુણવત્તા તેમજ કેન્દ્ર ખાતે ઉપલબ્ધ વિવિધ
સુવિધાઓની ચકાસણી કરવામાં આવી હતી.
પોષણ માસ દરમિયાન હાથ ધરાયેલી આ પ્રવૃત્તિઓ દ્વારા માતા અને કિશોરીઓમાં આરોગ્યપ્રદ જીવનશૈલી,
સંતુલિત આહાર અને સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા સાથે પોષણ સંબંધિત સેવાઓ વધુ સુદૃઢ બનાવવાનો
પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ભાવનગર જિલ્લામાં પોષણ માસ અંતર્ગત આરોગ્ય, પોષણ અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન અપાયું


















Recent Comments