શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં ‘સેવા અને સમર્પણ’ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ અને સમૂહ સફાઈ અભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે થઈ હતી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ, અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર શ્રીમતી નયનાબેન કાપડિયા, કોલેજના કાર્યકારી આચાર્યશ્રી ડી. એલ. ચાવડા સાહેબ, એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રતિમા શુક્લ, ડો. કે. પી. વાળા, ડો. રૂકશાનાબેન કુરેશી, પ્રા. કે. બી. પટેલ, પ્રા. સોનલબેન જોબનપુત્રા તથા પ્રા. માનસીબેન રૂપાવટીયા સહિત કોલેજનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
ઉજવણીના ભાગરૂપે એનએસએસ વિભાગ દ્વારા કેમ્પસમાં સઘન સમૂહ સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું કુશળ સંકલન કાર્યકારી આચાર્યશ્રી ડી. એલ. ચાવડા સાહેબે કર્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીનીઓને અલ્પાહાર આપવામાં આવ્યો હતો. સમગ્ર સ્ટાફના શ્રેષ્ઠ સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Recent Comments