પાદરાના મહુવડ ગામ તરફ જવાની ચોકડી પાસે રૂપિયા ૫૦૦ના દરની ચલની નોટો છાપી ભારતીય અર્થતંત્ર ખોરવાય તેવું કૃત્ય કરી ડુપ્લીકેટ રૂા. ૫૦૦ના દરની ચલણી નોટો નંગ – ૯ સાથે બે ઈસમોને પકડી પાડ્યા હતા. જેમાં કુલ ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ આંગેની બાતમીના આધારે પાદરાના વડું પોલીસ વોચમાં હતી. તે દરમ્યાન બાતમી વર્ણનવાળા ઈસમોને કોર્ડન કરી પકડી પાડ્યા હતા. મોટર સાયકલના રજિસ્ટ્રેશન કાગળ અને પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરતા સંતોષ કારક જવાબ આપ્યો ન હતો. તેમજ મોટર સાયકલની આગળ પાછળ નંબર પ્લેટ કાઢી નાખી જે મોટર સાયકલ રણુ ગામના અમિત મકવાણાની એક મહિના પહેલા મિત્ર કૌશિક રમેશ પઢિયાર મુજપુર તથા હિતેષ કાંતિભાઈ સોલંકી કરખડી નાઓએ ભેગા મળીને ભોજ ગામની સીમમાંથી ચોરી કરી હતી.
પકડાયેલ બંને ઈસમોની અંગ ઝડતી કરતા સંદીપ સામંત પરમાર – તિથોરના પેન્ટના ખિસ્સામાંથી ૫૦૦ રૂાપિયાના દરની ૫ નોટો, મોબાઈલ – ૧ રૂા. ૩૦૦૦ તેમજ સુનીલ ચંદુ ચાવડા- ન્યું ગંભીરા, તા. આંકલાવ ની પાસેથી પેન્ટના ખિસ્સામાંથી ૫૦૦ રૂપિયાના દરની ૪ નોટો, મોબાઈલ૧ રૂા. ૩૦૦૦ જે ચાર નોટો ઉપર બેબે નોટ ઉપર નંબર એક સરખા હોવાને કારણે ડુપ્લીકેટ હોવાનું જણાયું હતું. ખોટી નોટો ૧૫ – ૨૦ દિવસ પહેલા કૌશિક રમેશ પઢિયાર, મુજપૂર નાઓએ ભેગા મળી ભાયલી પાસે વુડાના મકાનમાં કલર પ્રિંટરથી છાપેલ હોવાની હકીકત બહાર આવી હતી. પોલીસે ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
Recent Comments