અમરેલી

સાવરકુંડલા તાલુકાના ગામડાઓના વિવિધ કામોના ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત

ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા પોતાના મત વિસ્તારના વિવધ ગામે વિકાસના કામો માટે ફાળવેલ ગ્રાન્ટના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા જેમાં (૧) ભુવા થી ધાર કાચા ગાડા માર્ગને પાકા ડામર રોડ કરવા,(૨) બાઢડા થી મોટા ઝીંઝૂડા (૩) ભુવા ગામે પીક અપ બસસ્ટેન્ડ, (૪) જીરા ગમે આતંરિક રસ્તા માટે બ્લોક રોડ અને (૫) ધજડી ગામે  આતંરિક રસ્તા માટે બ્લોક રોડ માટે આ ખાતમુહૂર્ત સમયે. આ વિકાસના કામોના ખાતમુહૂર્ત ધારાસભ્ય સાથે સાવરકુંડલા કોંગ્રેસ ટીમ અને ગામના સરપંચ શ્રીઓ અને આગેવાનો  અને ગામોના લોકો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા. 

જેમાં ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત, સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ ડાવરા, હાર્દિકભાઈ કાનાણી, ભરતભાઈ ગીડા, અશ્વિનભાઈ ધામેલીયા, કુમનભાઈ રૈયાણી, ભુવા સરપંચ જયસુખભાઈ, રમેશભાઈ, બળવંતભાઈ ખુમાણ, લાલજીભાઈ, અરવિંદભાઈ ભાલાળા, કુલદીપભાઈ, જીરા સરપંચ ધર્મેશભાઈ, દેવચંદભાઈ ચોડવડીયા, બાઢડા ગામના આગેવાનોમાં ગોવિંદભાઈ વીરાણી, ધજડી ગામના સરપંચ ભરતભાઈ ધડુક વગેરે આગેવાનો હાજર રહ્યા હતા 

Related Posts